ગુજરાત

ગુજરાતના આ શહેરોમાં 24 કલાક પાર્સલ બુકીંગ સેવા મળશે, હવાઇ મુસાફરી કરનારાને પણ થશે ફાયદો

Text To Speech
  • ભારતીય પોસ્ટ વિભાગ અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ બની રહ્યુ છે
  • પોસ્ટ વિભાગ દ્વારા રાજ્યના એરપોર્ટ પર એક અનોખી સેવા શરૂ કરવા જઈ રહી છે
  • પોસ્ટ વિભાગની મદદથી હવાઇ મુસાફરીમાં વધુ ભાડા ભરવામાંથી મુસાફરોને મુક્તિ મળશે

ગુજરાતના શહેરોમાં 24 કલાક પાર્સલ બુકીંગ સેવા મળશે. જેમાં ફ્લાઇટના મુસાફરોના વધારાના સામાનને પોસ્ટ વિભાગ હવે નજીવા ભાવે ઘરઆંગણે પહોંચાડશે. ભાવનગર-સુરત વચ્ચે ઝડપી પાર્સલ ટ્રાન્સમિશન માટે સમુદ્ર માર્ગ પરથી તરંગ પોસ્ટ કાર્યરત થશે. તેમજ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં 24 કલાક પાર્સલ બુકિંગ સેવા ટૂંક સમયમાં કાર્યરત થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આગામી 5 દિવસ જાણો કેટલો રહેશે તાપમાનનો પારો

ભારતીય પોસ્ટ વિભાગ અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ બની રહ્યુ છે

પોસ્ટ વિભાગની મદદથી આ વધુ ભાડા ભરવામાંથી મુસાફરોને મુક્તિ મળશે. વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણીના ભાગરૂપે શહેરના શાહીબાગ વિસ્તારમાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોસ્ટ કર્મચારીઓ દ્વારા રેલીનુ યોજવામાં આવી હતી. ભારતીય પોસ્ટ વિભાગ અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ બની રહ્યુ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 24 કલાક પાર્સલ બુકીંગ સેવા ટૂંક સમયમાં કાર્યરત થશે. પોસ્ટ વિભાગ દ્વારા રાજ્યના એરપોર્ટ પર એક અનોખી સેવા શરૂ કરવા જઈ રહી છે. સામાન્ય સંજોગોમાં હવાઇ મુસાફરી કરનાર મુસાફરો ચોક્કસ વજન કરતાં વધુ વજન પોતાની બેગમાં લઇ જાય તો તેમને વધારે ભાડુ ચૂકવવા કે પછી સામાન કાઢવા મજબુર થવુ પડે છે.

આ પણ વાંચો: ગુજરાત: બિનહિસાબી વ્યવહારો, કાળા નાણાંને રોકવા આવકવેરા વિભાગે ગાઈડલાઈન જારી કરી 

પોસ્ટ વિભાગની મદદથી આ વધુ ભાડા ભરવામાંથી મુસાફરોને મુક્તિ મળશે

હવે પોસ્ટ વિભાગની મદદથી આ વધુ ભાડા ભરવામાંથી મુસાફરોને મુક્તિ મળશે. વધુ સામાન અલગ કાઢી પોસ્ટની હેલ્પલાઇન પર કોલ કરતાં જ કર્મચારી વધારાનો સામાન કલેક્ટ કરી તમારા એડ્રેસ પર નિયત દરે પહોંચાડી દેશે. બહારથી આવેલા પાર્સલ ઝડપી ગ્રાહકો સુધી પહોંચે તે માટે અમદાવાદ એરપોર્ટ પર જ એરપોર્ટ મેઈલ ટ્રાન્સમિશન ઓફ્સિ કાર્યરત થઇ રહી છે. જેથી સામાન ઝડપી અને સુરક્ષિત ગ્રાહક સુધી પહોંચશે.

Back to top button