ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: બિનહિસાબી વ્યવહારો, કાળા નાણાંને રોકવા આવકવેરા વિભાગે ગાઈડલાઈન જારી કરી

  • એક જ દિવસમાં અથવા એક જ વ્યવહારમાં રૂ. 2 લાખ અથવા તેથી વધુ રકમ સ્વીકારવાની છૂટ અપાશે નહીં
  • રૂ.20,000 અથવા તેથી-વધુ રકમની લોન અથવા ડિપોઝિટ રોકડમાં સ્વીકારી શકાશે નહીં
  • રાજકીય પાર્ટી અથવા રજિસ્ટર્ડ ટ્રસ્ટને રૂ. 2,000થી વધુ રકમનું રોકડેથી ડોનેશન કરમુક્તિને પાત્ર નહીં

ગુજરાતમાં બિનહિસાબી વ્યવહારો, કાળા નાણાંને રોકવા આવકવેરા વિભાગે ગાઈડલાઈન જારી કરી છે. જેમાં રૂ.20,000 અથવા તેથી-વધુ રકમની લોન અથવા ડિપોઝિટ રોકડમાં સ્વીકારી શકાશે નહીં. બિનહિસાબી વ્યવહારો, કાળા નાણાં, ભ્રષ્ટાચારને ડામવાની નેમ સાથે રોકડના વ્યવહારો પર અંકુશ રહશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આગામી 5 દિવસ જાણો કેટલો રહેશે તાપમાનનો પારો

રાજકીય પાર્ટી અથવા રજિસ્ટર્ડ ટ્રસ્ટને રૂ. 2,000થી વધુ રકમનું રોકડેથી ડોનેશન કરમુક્તિને પાત્ર નહીં

રાજકીય પાર્ટી અથવા રજિસ્ટર્ડ ટ્રસ્ટને રૂ. 2,000થી વધુ રકમનું રોકડેથી ડોનેશન કરમુક્તિને પાત્ર નહીં. તથા મિલ્કત ટ્રાન્સફર કરવા માટે રૂ. 20,000 કે તેથી વધુ રકમ રોકડમાં સ્વીકારી શકાશે નહીં. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બિનહિસાબી વ્યવહારો, કાળા નાણાં, ભ્રષ્ટાચારને ડામવાની નેમ સાથે રોકડના વ્યવહારો પર અંકુશ મૂકવામાં આવ્યો છે. આ હેતુસર આવકવેરા વિભાગ દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા રોકડના વ્યવહારોને નિયંત્રિત કરવામાં આવશે. આવકવેરા વિભાગ દ્વારા રોકડમાં લોન લેવા, ડીપોઝીટ સ્વીકારવા, રોકડેથી લોનની પરત ચૂકવણી કરવા પર અંકુશ મૂક્યો છે. તેમજ રોકડમાં ડોનેશન- દાન આપવા, હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રિમિયમ રોકડમાં ચૂકવણીને I.T. એક્ટની કલમ- 80-G, 80- D હેઠળ કર કપાત- મુક્તિના લાભ માટે પાત્ર ગણાશે નહીં.

જો કોઈ વ્યક્તિ કે સંસ્થા રોકડેથી વ્યવહારો કરવામાં આવશે તો ગંભીર તેણે ગંભીર પરિણામો સામનો કરવો પડશે

જો કોઈ વ્યક્તિ કે સંસ્થા રોકડેથી વ્યવહારો કરવામાં આવશે તો ગંભીર તેણે ગંભીર પરિણામો સામનો કરવો પડશે. જોકે, સરકાર, સરકારી સંસ્થાઓ, પોસ્ટ ઓફિસ, કો-એપરેટિવ બેંક, સરકારી કંપની, કેન્દ્ર સરકાર દ્વારા ઓપિશિયલ ગેઝેટમાં નોટીફીકેશન જારી કરીને રચાયેલી સંસ્થાઓ, કંપનીઓ તેમજ ખેતીની આવક ધરાવતા અને ખેતીની આવક મેળવનાર આવકવેરાને પાત્ર ન હોય તેવી વ્યક્તિના રોકડના વ્યવહારોને ઉપર્યુક્ત જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવશે એટલેકે તેમને રોકડના વ્યવહારો સંબંધિત અંકુશો લાગુ પડશે નહીં.

એક જ દિવસમાં અથવા એક જ વ્યવહારમાં રૂ. 2 લાખ અથવા તેથી વધુ રકમ સ્વીકારવાની છૂટ અપાશે નહીં

કોઈપણ વ્યક્તિ રૂ. 20,000 અથવા તેથી વધુ રકમની લોન અથવા ડિપોઝીટ રોકડમાં સ્વીકારવાની પરવાનગી નહીં અપાય. સ્થાવર મિલ્કત ટ્રાન્સફર કરવા માટે રૂ. 20,000 કે તેથી વધુ રકમ રોકડમાં સ્વીકારી શકાશે નહીં. જો આ જોગવાઈનું ઉલ્લંઘન કરાશે તો જેટલી રોકડ રકમ લેવાઈ હશે તેટલી જ રોકડની પેનલ્ટી કરાશે. કોઈપણ વ્યક્તિ કોઈ એક ઈવેન્ટ અથવા પ્રસંગના સંદર્ભમાં કોઈ વ્યક્તિ પાસેથી એક જ દિવસમાં અથવા એક જ વ્યવહારમાં રૂ. 2 લાખ અથવા તેથી વધુ રકમ સ્વીકારવાની છૂટ અપાશે નહીં.

Back to top button