અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવર્લ્ડ કપસ્પોર્ટસ

અમદાવાદમાં રમાનારી IND VS PAKની મેચ અંગે CMએ સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી

Text To Speech

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચના સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સ્ટેડિયમ બહાર પણ રાખવામાં આવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી કહ્યું કે, ક્રિકેટ મેચને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ વિવિધ ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને લઈ વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ અને કામગીરી કરાઈ છે તે અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી છે. તેમજ કેટલીક બાબતોને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા છે.

 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024, CMની ઉપસ્થિતિમાં મુંબઈમાં યોજાશે ભવ્ય રોડ શો

Back to top button