ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા: “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત “અમૃત કળશ યાત્રા”નો પ્રારંભ

Text To Speech

ડીસા: ભારત સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દેશના દરેક વિસ્તારમાંથી 7,500 કળશોમાં માટી એકઠી કરીને દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે. જેનો ઉપયોગ દિલ્હીમાં કર્તવ્ય પથ પાસે અમૃતવાટીકાનું નિર્માણ કરવામાં થશે. આ અમૃતવાટીકા દેશની તાકાતના પ્રતિક રૂપે બનાવવામાં આવી રહી છે.

મારી માટી મારો દેશ-HDNEWS

આ કાર્યક્રમ અંતર્ગત ડીસા વિધાનસભા મતવિસ્તારમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં “મારી માટી, મારો દેશ” અભિયાન અર્તગત “અમૃત કળશ યાત્રા” નો પ્રથમ દિવસ સોમવારે શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડીસા તાલુકાના માલગઢ, સમશેરપુરા, દામા, વરણ, લક્ષ્મીપુરા, રામપુરા, ઓઢવા, ડેડોલ, સણથ, વાહરા, વીરુવાડા અને ખેટવામાં આ યાત્રા પહોંચતા ગ્રામજનોએ કંકુ- ચોખા અને ફૂલહાર થી ઉષ્માભેર સ્વાગત કરીને “અમૃત કળશ”માં પોતાના વતનની માટી અર્પિત કરી ગ્રામજનોએ દેશના વીર સપૂતોને વિરાંજલી પણ અર્પણ કરી હતી.

આ કળશ યાત્રામાં ડીસા તાલુકાના ભાજપના આગેવાનો સહિત દરેક ગામના ગ્રામજનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પણ વાંચો: વાયબ્રન્ટ ગુજરાતઃ ગુજરાતનાં ગામડાં બન્યાં આત્મનિર્ભર, 20 કરોડ કરતાં વધુ આવક કરી

Back to top button