MP વિધાનસભા ચૂંટણી: ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી
- ભાજપે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બુધની વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
MP વિધાનસભા ચૂંટણી 2023: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બુધની વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે 57 નામોની આ યાદીમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને દતિયા અને PWD મંત્રી ગોપાલ ભાર્ગવને રાહલી બેઠક પરથી ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અત્યાર સુધી ચારેય યાદીમાં 136 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
मध्य प्रदेश में आगामी चुनाव के लिए बीजेपी ने 57 उम्मीदवारों की सूची जारी की।
सीएम शिवराज सिंह चौहान बुधनी से चुनाव लड़ेंगे, प्रदेश के गृह मंत्री नरोत्तम मिश्रा दतिया से, गोपाल भार्गव रेहली से, विश्वास सारंग नरेला से और तुलसीराम सिलावट सांवेर से चुनाव लड़ेंगे। pic.twitter.com/jWEsXHsIid
— ANI_HindiNews (@AHindinews) October 9, 2023
મધ્યપ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે 21 ઓક્ટોબરે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 31 ઓક્ટોબરે કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર રહેશે. વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરીએ પૂરો થશે. 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
આ પણ વાંચો: કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તીગણતરી કરાવીશું: રાહુલ ગાંધી