જર્મનીમાં સ્પીલઝેગ મ્યુઝિયમ તરીકે જાણીતું, મ્યુનિક ટોય મ્યુઝિયમ વિશ્વભરમાં પ્રખ્યાત
જર્મનીના મ્યુનિકમાં મેરીએનપ્લાટ્ઝ ખાતે ઓલ્ડ ટાઉન હોલ ટાવરમાં સ્થિત સ્પીલઝેગ મ્યુઝિયમ 1983માં ખોલવામાં આવ્યું હતું. તેમાં યુરોપિયન અને અમેરિકન રમકડાંનો અનોખો સંગ્રહ છે. 1983 થી મ્યુનિકના ઓલ્ડ ટાઉન હોલમાં કાયમી ધોરણે રાખવામાં આવેલ ઇવાન સ્ટીગર અને તેના પરિવાર દ્વારા રમકડાની સાચવણી દાયકાઓના કાર્યના પરિણામે યુરોપમાં રમકડાંનો સૌથી મોટો સંગ્રહ છે. ઈતિહાસના વિશાળ સમયગાળાને આવરી લેતું અને મોડેલ ટ્રેનોથી લઈને રોકિંગ ઘોડા સુધીની દરેક વસ્તુને દર્શાવતું મ્યુનિક ટોય મ્યુઝિયમ એ તમારા બાળક સાથે જોડાવા માટેની એક અનોખી જગ્યા છે. પરિવારો માટે પરફેક્ટ તથા સ્થાનિકો અને જિજ્ઞાસુ પ્રવાસીઓનું આ પ્રિય મ્યુનિક ટોય મ્યુઝિયમ જોવા જેવી વસ્તુઓથી ભરેલું છે.
મ્યુનિક ટોય મ્યુઝિયમ ક્યાં છે?
રમકડાનું મ્યુઝિયમ મ્યુનિક ઓલ્ડ ટાઉન હોલ (આલ્ટેસ રાથૌસ મ્યુનચેન)ના ચાર માળ સુધી ફેલાયેલું છે. જે મેરીએનપ્લાટ્ઝના મુખ્ય શહેરમાં આવેલું છે. ત્યાં તમે ઓલ્ડ ટાઉન હોલ અને અન્ય ઘણા મ્યુનિક સ્મારકો તથા મેરીએનપ્લાટ્ઝની આસપાસના સ્થળોની મુલાકાત લઈ શકો છો. લોકોના આકર્ષણમાં વધારો કરવા માટે મ્યુઝિયમના પ્રવેશદ્વાર પર પરંપરાગત અને ખૂબ જ સાંકડી સર્પાકાર સીડી ચઢીને પ્રવેશ કરાવવામાં આવે છે. જે ઘણા રમકડાં અને મૂળભૂત રીતે વિશાળ ઢીંગલીના ઘર જેવું લાગે છે.
મ્યુનિક ટોય મ્યુઝિયમમાં જોવા માટે શું છે?
મ્યુનિક ટોય મ્યુઝિયમ છેલ્લા બસ્સો વર્ષથી બાળકોના પ્લેરૂમની એક ઝલક જોવા મળે છે. મ્યુઝિયમ સંગ્રહમાં લાકડાના રમકડાં, ટીન રમકડાં અને ટેડી બિઅરથી માંડીને 1835ની સૌથી જૂના રમકડાની ટ્રેનો અને સ્ટીમ એન્જીન સુધીની દરેક વસ્તુ ધરાવતા સાત જેટલા કાયમી પ્રદર્શનો છે.
મ્યુનિક ટોય મ્યુઝિયમ એ ઐતિહાસિક રમકડાંનું પ્રદર્શન કરે છે. જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળી શકે નહીં. જેમ કે 1920 ના દાયકાના રશિયન આર્ટ-ડેકો કેરોયુઝલના એકમાત્ર જાણીતા હયાત ઉદાહરણની જેમ અન્ય નોંધપાત્ર ઉલ્લેખોમાં 1855 ની યાંત્રિક ઢીંગલી છે. મુલાકાતીઓને ભૂતકાળની રમકડાની તકનીકની અંદર જોવાની અને આ ઢીંગલી વીજળી વિના કેવી રીતે ચાલે છે અને વાત કરે છે તે શીખવાની તક મળે છે.
આ ખૂબ જ રસપ્રદ અને મનોરંજક મ્યુનિક મ્યુઝિયમની અંદર સૌથી મહત્વપૂર્ણ પ્રદર્શનોમાં જર્મન અને અંગ્રેજી બંનેમાં લખેલી માહિતી છે, જ્યારે કેટલાક નાના નાના પ્રદર્શનોમાં ફક્ત જર્મન માહિતી છે.
મ્યુનિક ટોય મ્યુઝિયમની મુલાકાત કોણ લઈ શકે છે?
મ્યુનિક ટોય મ્યુઝિયમ પરિવાર સાથે જવા માટે એક સરસ જગ્યા છે, જ્યારે પુખ્ત વયના લોકો આ જૂના રમકડાંઓને જોઈને તેમનાં બાળપણના દિવસો યાદ કરી શકે છે. બાળકો આ વિન્ટેજ રમકડાંઓ સાથે કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જશે કારણ કે, તેઓ શીખશે કે તેમના જેવા જ બાળકો સમગ્ર ઇતિહાસમાં કેવી રીતે રમ્યા હતાં. કોઈપણ જે જર્મની અને વિશાળ વિશ્વના રમકડાંના ઇતિહાસ વિશે ઉત્સુક છે તે સંગ્રહાલયની વિશાળ શ્રેણીનો અભ્યાસ કરીને આનંદપ્રદ બપોર પસાર કરી શકશે.