ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

એશિયન ગેમ્સના ખેલાડીઓ સાથે PM મોદી સંવાદ કરશે

Text To Speech
  • પ્રધાનમંત્રી આવતી કાલે એટલે કે 10 ઓક્ટોબરે એશિયન ગેમ્સના ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાતચીત અને સંબોધન કરશે.

Asian Games 2023: એશિયન ગેમ્સ 2023 ભારત માટે ઐતિહાસિક રહી હતી. ભારતે 107 મેડલ (28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ) સાથે આ ગેમ્સના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ પહેલા ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં કર્યું હતું, જ્યાં તેણે 70 મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 10 ઓક્ટોબર, 2023ના રોજ આશરે 4:30 કલાકે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે.

 

આ ઇવેન્ટ એશિયન ગેમ્સમાં રમતવીરોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપવા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રધાનમંત્રી દ્વારા એક પ્રયાસ છે. એશિયન ગેમ્સમાં ભારતે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં કુલ જીતેલા મેડલની દ્રષ્ટિએ આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ કાર્યક્રમમાં એશિયન ગેમ્સ માટે ભારતીય ટુકડીના ખેલાડીઓ, તેમના કોચ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત મહાસંઘના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમત મંત્રાલયના અધિકારીઓ પણ હાજરી આપશે.

આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2023: ભારતે અત્યારસુધી 107 મેડલ જીત્યા

Back to top button