ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નોબેલના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત મહિલાને અર્થતંત્રનું પારિતોષિક

Text To Speech

ઈકોનોમિક સાયન્સિસ માટેનું આ વર્ષનું નોબેલ ક્લાઉડિઆ ગોલ્ડિનને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ક્લાઉડિઆને શ્રમ બજારમાં મહિલાઓના પ્રદાન અંગે આપણી સમજ વિસ્તારવા બદલ તેમને આ પારિતોષિક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોબેલ પારિતોષિકોના વર્ષના ઇતિહાસમાં કુલ 92 અર્થશાસ્ત્રીઓ પૈકી માત્ર બીજી વખત એવું બની રહ્યું છે જ્યારે અર્થતંત્રના ક્ષેત્રમાં કોઈ મહિલાને નોબેલ મળ્યો હોય. અર્થશાસ્ત્રના ક્ષેત્ર માટે એવોર્ડ આપવાનો પ્રારંભ 1968માં કરવામાં આવ્યો હતો જેને બેંક ઑફ સ્વીડન પ્રાઇઝ ઈન ઈકોનોમિક સાયન્સિસ તરીકે ઓળખવામાં આવે છે.

આ અગાઉ માત્ર બે મહિલા- 2009માં એલિનોર ઓસ્ટ્રમને તથા 2019માં એસ્થર ડફ્લોને અર્થશાસ્ત્રના નોબેલ મળ્યા હતા.

આ વાંચોઃ નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઈરાનની નર્ગીસ મોહમ્મદીની પસંદગી

આ પણ વાંચોઃ 2023નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક કેથલિન કેરિકો તથા વિઝમેનને ફાળે

Back to top button