‘બેશરમ રંગ’ બાદ હવે ભગવા બિકિની પર ટ્રોલ થઇ નિક્કી તંબોલી
- બિગ બોસ ફેમ નિક્કી તંબોલી પોતાના બોલ્ડ અંદાજના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહેતી હોય છે. હવે ફરી વખત તેણે ભગવા બિકિનીમાં બોલ્ડ મૂવ્સ આપીને વિવાદ ઉભો ક્યો છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તો કેટલાક ફેન્સ તેના મૂવ્સને અને બોલ્ડનેસને વખાણી રહ્યા છે.
અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. નિક્કી તંબોલી હંમેશા સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે, તેને ફેન્સ ખૂબ પસંદ કરતા હોય છે. એક વખત ફરી નિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નિક્કી ઓરેન્જ કલરની બિકીની પહેરેલી જોઇ શકાય છે અને બોલ્ડ મૂવ્સ દેખાડી રહી છે. એક બાજુ તેના વીડિયોને ફેન્સ પસંદ કરે છે તો બીજી બાજુ તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. શાહરૂખ-દીપિકાના ‘બેશરમ રંગ’ ના ભગવા વિવાદની જેમ નિક્કી પર પણ કોમેન્ટ જોવા મળી રહી છે.
ટ્રોલ થઇ નિક્કી તંબોલી
નિક્કી તંબોલીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ વીડિયો શેર કર્યો છે. નિક્કીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિક્કી તંબોલી બિકિનીમાં બોલ્ડ અદાઓ દેખાડી રહી છે અને એકદમ હોટ દેખાઇ રહી છે. નિક્કીના આ વીડિયોને ફેન્સ પસંદ કરી રહ્યા છે તો બીજી બાજુ એકટ્રેસને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
યૂઝર્સના મિશ્ર પ્રતિભાવો
નિક્કી તંબોલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. ઇન્સ્ટા યૂઝર્સ તેની પર રિએક્શન આપી રહ્યા છે. એક બાજુ તેનો હોટ અંદાજ અમુકને ગમી રહ્યો છે તો કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ છે ‘બંદરિયા જેસે નાચ રહી હે’. અન્ય એક ટ્રોલરે લખ્યુ છે ‘હે ભગવાન, આપણા દેશની મહિલાઓએ આઝાદીનો ખોટો અર્થ કાઢ્યો છે. ‘
બેશરમ રંગને લઈને પણ થયો હતો વિવાદ
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. દીપિકા પાદુકોણે ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં કેસરી બિકીની પહેરી હતી, જેની સાથે શાહરૂખ લીલા રંગના શર્ટમાં જોવા મળ્યો હતો. આ માટે શાહરૂખ ખાન અને દીપિકાને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન અને દીપિકાને જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આ પણ વાંચોઃ તમિલનાડુમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 7નાં મૃત્યુ