ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અરવલ્લીઃ ટ્રકમાં આગ લાગતાં એક બાળક સહિત 3નાં મૃત્યુ, 150થી વધુ ધેટાં-બકરા બળીને ખાખ

Text To Speech

અરવલ્લીઃ અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે એક ટ્રકમાં ભીષણ આગ લાગી છે. જેમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકો આગમાં બળીને રાખ થઈ ગયા છે. આ ઉપરાંત ટ્રકમાં ભરેલા 150થી વધુ ઘેટાં-બકરા પણ આગમાં બળીને ખાખ થઈ ગયા છે.

ટ્રકમાં આગ લાગવાનું કારણ આવ્યું સામે…

ઘેટાં-બકરાં ભરીને જઈ રહેલી ટ્રકમાં આમ ભીષ  આગ લાગવાનું કારણ સામે આવ્યું છે કે ટ્રક વીજ તારને અડી જતાં ટ્રકમાં આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં આગની ઘટના બનાતાની સાથે જ મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

 

મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. ત્યારે ટ્રક વીજતારને અડી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા. મોડાસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: નાના બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો

Back to top button