ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: સરકારી કર્મચારીએ દાળવડા માટે મોટા સાહેબને અરજી કરી

  • આવકવેરા વિભાગની ઓફિસમાં બહારથી દાળવડા મગાવવા માટે અરજી
  • અગાઉ સાહેબે મારી પરમીશન વગર મંગાવવો નહી તેવી પણ ચિમકી આપી હતી
  • દાળવડા ખાવા માટે પ્રિન્ટેડ અરજી લખવામાં આવી છે

અમદાવાદમાં સરકારી કર્મચારીએ દાળવડા માટે મોટા સાહેબને અરજી કરી છે. જેમાં સાહેબ દાળવડા ખાવા છે મગાવીએ, સરકારી અધિકારીઓની નાસ્તા માટે મોટા સાહેબને અરજી કરતા રમુજ ફેલાઇ છે. ખૂબ જ વિચિત્ર આ કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દાળવડા ખાવા માટે પ્રિન્ટેડ અરજી લખવામાં આવી છે.

આવકવેરા વિભાગની ઓફિસમાં બહારથી દાળવડા મગાવવા માટે અરજી

અમદાવાદ શહેરમાં હાલમાં એક અજાયબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના આવકવેરા વિભાગની ઓફિસમાં બહારથી દાળવડા મગાવવા માટે પણ સાહેબને પત્ર લખી તેના પર સહી કરી પરમિશન માગવામાં આવી છે. આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના આવકવેરા વિભાગની ઓફીસમાં નાસ્તો મંગાવવા માટેની અરજી કરતો પત્ર વાયરલ થઇ રહ્યો છે. રાજ્યવેરા કમિશનરે વર્ગ 2 અને 3 ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટેનો પત્ર લખીને મંજૂરી માંગી છે. આ પત્ર હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: યુવાનનું પોલીસ બનાવું સપનું રોળાયું, ભરતીની તૈયારી કરતા આવ્યો હાર્ટ એટેક

મારી પરમીશન વગર મંગાવવો નહી તેવી પણ ચિમકી આપી હતી

રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઇ બોરીયા અને સિનીયર કારકુન હર્ષદ સોલંકી તથા જુનિયર કારકુન ધ્રુવ દેસાઇને પોતાની ચેમ્બરમાં બોલાવીને નાસ્તા બાબતે ખખડાવ્યા હતા. નાસ્તો મંગાવવો હોય તો મારી પરમીશન વગર મંગાવવો નહી તેવી પણ ચિમકી આપી હતી. જો આદેશનો અમલ નહી કરો તો તેમની વિરુદ્ધ કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેથી આદેશનો અમલ કરતા સહાયક રાજ્યવેરા કમિશનર એ.સી ભટ્ટને પત્ર લખીને નાસ્તો મંગાવવા દેવા માટેની પરમિશન માગવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: નાના બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો 

આ અરજીમાં 11 જેટલા કર્મચારીઓ દ્વારા સહી પણ કરવામાં આવી છે. વધુમાં લખવામાં આવ્યું છે કે, ‘આપની ઉક્ત મૌખિક સૂચના અનુસાર આવતીકાલે બપોરે 2.00 કલાકે ઓફિસમાં દાળવડા મંગાવવાના હોઈ મંજૂરી આપવા વિનંતી છે.’ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બહારથી નાસ્તો મંગાવવા માટેની મંજૂરી લેવા કરવામાં આવેલી અરજીની નકલ સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ-1 અમદાવાદ અને નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ -1 અમદાવાદ ખાતે પણ મોકલવામાં આવી છે.

Back to top button