ગુજરાત

ગુજરાત: નાના બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો

  • એક બાળક રમકડાનું એલઈડી બલ્બ ખઇ ગયુ
  • બીજું એક બાળક ગવારની સીંગ ગળી ગયું
  • સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી

નાના બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાળક LED બલ્બ, બીજું બાળક ગવાર સીંગ ગળી જતાં સર્જરી કરાઈ છે. સિવિલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ બે કિસ્સા સામે આવ્યા છે. માથામાં ઈજા થઈ ત્યારે ફેફસામાં બલ્બ હોવાની ખબર પડી હતી. આ બંને કિસ્સામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વખતે નવ દિવસની પૂર્ણ નવરાત્રિ, જાણો કયા છે શુભ મુહૂર્ત

એક બાળક રમકડાનું એલઈડી બલ્બ જ્યારે બીજું એક બાળક ગવારની સીંગ ગળી ગયું

શહેરમાં એક બાળક રમકડાનું એલઈડી બલ્બ જ્યારે બીજું એક બાળક ગવારની સીંગ ગળી ગયું હતું, જે શ્વાસ નળીમાં ફસાતાં બાળકો ગંભીર સ્થિતિમાં મુકાયા હતા અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. આ બંને કિસ્સામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી અને બાળકોને મુશ્કેલીમાંથી ઉગારવામાં આવ્યા હતા. માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સામાં કુબેરનગરની એક વર્ષની બાળકી નિત્યાના જમણાં ફેફસામાંથી એલઈડી બલ્બ દૂર કરાયો છે, અન્ય દસેક મહિનાના યુવરાજના જમણાં ફેફસામાંથી ગવાર સિંગના ટુકડો ફસાઈ જતાં ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી એને કાઢીને બાળકનો જીવ બચાવાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરબા રમતા હાર્ટ એટેકના કેસ વધ્યા, જાણો તબીબોની સલાહ

સિવિલના ન્યૂરો સર્જરી વિભાગમાં દાખલ કરાઈ

કુબેરનગરની બાળકીને માથામાં ઈજા થતાં સારવાર માટે સિવિલના ન્યૂરો સર્જરી વિભાગમાં દાખલ કરાઈ હતી, છાતીના ભાગનો એક્સરે કરાતાં જમણાં ફેફસામાં કંઈ બાહ્ય પદાર્થ ફસાયેલું હોવાનું માલૂમ પડયું હતું, તેના માતા પિતાને એ ખબર જ નહોતી કે, તેમની બાળકીના ફેફસાની અંદર બલ્બ ફસાયો છે. તબીબોના મતે એલઈડી બલ્બ એની શ્વાસનળીમાં થઈ અને જમણાં ફેફસાની શ્વાસનળીમાં ફસાયો હતો. સર્જરી કરી બલ્બ દૂર કરાયો હતો.

આ પણ વાંચો: ગુજરાત: યુવાનનું પોલીસ બનાવું સપનું રોળાયું, ભરતીની તૈયારી કરતા આવ્યો હાર્ટ એટેક

સિટી સ્કેનમાં ખબર પડી કે, જમણા ફેફસાંનો ભાગ ફૂલી ગયો

બીજા કિસ્સામાં દસ મહિનાના બાળકને ચાર ઓક્ટોબરે રાતે પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં વીરમગામથી અમદાવાદ સિવિલના બાળરોગ સર્જરી વિભાગમાં લવાયો હતો, સિટી સ્કેનમાં ખબર પડી કે, જમણા ફેફસાંનો ભાગ ફૂલી ગયો છે. આથી બ્રોન્કોસ્કોપી કરાતાં, લીલા કલરની ફોરેન બોડી જે ગવાર સિંગનો ટુકડો હતો તે બહાર કઢાયું હતું. હાલ બાળક સ્વસ્થ છે.

Back to top button