ગુજરાત: યુવાનનું પોલીસ બનાવું સપનું રોળાયું, ભરતીની તૈયારી કરતા આવ્યો હાર્ટ એટેક
- યુવાનને દોડની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો
- સુદામડાના 25 વર્ષીય યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતા હતા
- મોત થયાનું જણાવતા પરિવાર પર આભ તુટી પડયુ
ગુજરાતના યુવાનનું પોલીસ બનાવું સપનું રોળાયું છે. ભરતીની તૈયારી કરતા યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં સુદામડા ગામના યુવાનનું દોડની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટએટેક આવતા મોત થયું છે. પોલીસ ભરતીની તૈયારીરૂપે સુદામડા રોડ પર દોડતા દોડતા પડી ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં આ વખતે નવ દિવસની પૂર્ણ નવરાત્રિ, જાણો કયા છે શુભ મુહૂર્ત
સુદામડાના 25 વર્ષીય યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતા હતા
સુદામડાના 25 વર્ષીય યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતા હતા. જેમાં રનીંગ કરતા કરતા હાર્ટ એટેક આવતા મોત થયુ છે. હાલના સમયમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે સુદામડાના 25 વર્ષીય યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. જેમાં રનીંગ કરતા કરતા હાર્ટ એટેક આવતા મોત થયુ છે. કોરોનાના કપરા કાળ પછી હૃદય રોગથી હુમલાના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ નાની ઉંમરના લોકોને આવતા હૃદય રોગના હુમલા વધુ ચિંતા ફેલાવી રહ્યા છે. લોકો કામ કરતા કરતા, બાથરૂમમાં ન્હાતા ન્હાતા, ક્રીકેટ રમતા રમતા પડી જાય છે અને હૃદયરોગનો હુમલો આવતા મોતને ભેટે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરબા રમતા હાર્ટ એટેકના કેસ વધ્યા, જાણો તબીબોની સલાહ
મોત થયાનું જણાવતા પરિવાર પર આભ તુટી પડયુ
સાયલા તાલુકાના સુદામડા ગામે પણ આવો જ બનાવ બન્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા 25 વર્ષીય કલ્પેશ પ્રવીણભાઈ ચાવડા ગ્રેજયુએટ થયેલો છે. હાલ તે ટીટોડા ગામની શાળામાં કોન્ટ્રાકટ બેઈઝ પર ફરજ બજાવે છે. આ ઉપરાંત પોલીસમાં ભરતી થવાની તૈયારી પણ કરે છે. શનિવારે તેઓ સુદામડા રોડ પર રનીંગ કરવા ગયા હતા. ત્યારે રનીંગ કરતા કરતા તેઓ પડી ગયા હતા. બનાવની જાણ થતા કલ્પેશ ચાવડાને દવાખાને લઈ જવાયા હતા. જયાં ડોકટરોએ હૃદય રોગનો હુમલો આવતા મોત થયાનું જણાવતા પરિવાર પર આભ તુટી પડયુ હતુ.