મોમોસ સાથેના એક્સપરિમેન્ટનો વિચિત્ર વીડિયો જોઈ તમે દંગ રહી જશો
- પાઈનેપલ મોમોસ બનાવવાનો વીડિયો વાઇરલ થયો
- વીડિયો જોઈ મોટાભાગના યુઝર્સે ખરાબ રિવ્યૂ આપ્યા
- આ વીડિયોને 9 લાખથી વધૂ વ્યૂઝ મળી ચૂક્યા
આજના સમયમાં મોમોસ એટલું ફેમસ બની ગયું છે કે, તે ભારતના લગભગ તમામ રાજ્યોમાં ખાવામાં આવે છે. જો કે તે વિદેશી વાનગી છે પરંતુ ઘણા લોકો એવું માને છે કે આ ભારતીય ડિશ છે. આ સિવાય આજકાલ દરેક વાનગી સાથે કેટલાક એક્સપરિમેન્ટ કરાતા હોય છે. આવી જ રીતે, મોમોસ સાથે ચેડાં કરતો એક વિચિત્ર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી ખાવાના શોખીનો ચોક્કસપણે વિચારમાં પડી જશે. આ વીડિયોમાં પાઈનેપલની ફિલિંગ ભરી મોમોસ બનાવવામાં આવી રહ્યા છે.
એક્સપરિમેન્ટ પાઇનેપલ મોમોસ
ફૂડ બ્લોગર @sun_kaha_chale એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ વિચિત્ર વીડિયો શેર કર્યો છે. જોવા જોઈએ તો, વેજ મોમોસ, પનીર મોમોસ અને ચિકન મોમોસ આજે ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ પહેલા પાઈનેપલના નાના-નાના ટુકડા કરે છે. આ પછી આ ફિલિંગને લોટની બનેલી નાની રોટલીમાં ભરીને મોમોનો આકાર આપવામાં આવે છે. અને પછી તે બધાને સ્ટીમ મશીનમાં મૂકો. આટલું જ નહીં, આ પછી તે બધા પાઈનેપલ મોમોસને ડીપ ફ્રાઈ કરે છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
યુઝર્સે વીડિયો જોઈ ઘણી ટિપ્પણી કરી
પાઈનેપલ મોમોસનો વીડિયો જોઈને ઘણા યુઝર્સ તેના પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, આવું બનાવતા પહેલાં ભગવાનનો તો ડર રાખો. જ્યારે અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરતાં કહ્યું છે કે, ‘મારે આ જોયા પછી હાર્પિક મોમોસ જોઈએ છે.’ તો એક યુઝર્સ લખે છે કે, ‘ભૂલ બનાવનારની નહીં, પણ ખાનારાઓની છે.’જ્યારે ઘણા યુઝર્સે આ મોમોસના એક્સિપરિમેન્ટને નકામો ગણાવ્યો છે. જો કે, એવા કેટલાક યુઝર્સ હતા જેમણે આ મોમોસને ચાખવાની વાત કરી હતી. જોકે, અત્યાર સુધી આ વીડિયોને 9 લાખથી વધૂ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: આ વાઇરલ વીડિયોને જોઈને ભલભલા મન્ય્યુરિયન ખાવાનું છોડી દેશે