ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

એર ઈન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી ઈઝરાયેલની ફ્લાઈટ કરી રદ

Text To Speech
  • એર ઈન્ડિયાએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 14 ઓક્ટોબર સુધી ઈઝરાયેલની ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલથી તેની ફ્લાઈટ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે તેલ અવીવ, ઈઝરાયેલથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ 14 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે.

આ સમયગાળા દરમિયાન, જે લોકોએ કન્ફર્મ બુકિંગ કરાવ્યું હતું તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. એર ઈન્ડિયા દર અઠવાડિયે તેલ અવીવ માટે 5 ફ્લાઈટ ચલાવે છે. અગાઉ શનિવારે પણ નવી દિલ્હીથી તેલ અવીવ જતી ફ્લાઈટ નંબર AI 139 અને રિટર્ન ફ્લાઈટ AI 140 રદ કરવામાં આવી હતી.

 

હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો

શનિવાર, 6 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારથી બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયેલમાં લગભગ 300 લોકોના મોત થયા છે અને લગભગ 1590 લોકો ઘાયલ થયા છે. ત્યારે ગાઝામાં પણ 232 લોકોના મોત થયા છે. અને 1790 લોકો ઘાયલ થયા હતા. ગાઝામાં હાજર પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 256 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે, જેમાં 20 બાળકો પણ સામેલ છે. આ સિવાય 1788 પેલેસ્ટાઈન પણ ઘાયલ થયા છે.

ઈઝરાયેલની સેનાની વળતી કાર્યવાહીઃ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસના હુમલા સામે યુદ્ધની ઘોષણા કરી અને કહ્યું કે દુશ્મનોને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર હમાસના ઉગ્રવાદીઓએ ગાઝા પટ્ટીમાંથી 2 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. જવાબમાં સેનાએ ગાઝા શહેરની મધ્યમાં સ્થિત એક ટાવરને તોડી પાડ્યો હતો. ઈઝરાયલની સેનાએ કહ્યું કે હમાસે હવાઈ અને દરિયાઈ સરહદે 7 જગ્યાએથી ઘૂસણખોરી કરી છે.

આ પણ વાંચો: સંઘર્ષ વચ્ચે લેબનોનના આંતકી સંગઠને ઈઝરાયેલ પર કર્યો ઘાતકી હુમલો

Back to top button