ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ગ્રૂપ કેપ્ટન સચિન તેંડુલકરે IAFના જવાનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી

Text To Speech
  • 8 ઓકટોબર એટલે ભારતીય વાયુસેના દિવસ 
  • વાયુસેનાનો યુનિફોર્મ પહેરીને મને ગર્વ થાય છે : સચિન તેંડુલકર 

રવિવારે(8 ઓક્ટોબરે) ભારતીય વાયુસેના (IAF)ની 91મી વર્ષગાંઠ પર દિગ્ગજ ક્રિકેટર અને IAF ગ્રૂપ કેપ્ટન સચિન તેંડુલકરે ભારતીય વાયુસેનાના જવાનો અને તેમના પરિવારજનોને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉજવવામાં આવતા એરફોર્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જેને લઈને ક્રિકેટર સચિન તેંડુલકરે વાયુસેનાનો યુનિફોર્મ પહેરીને ટ્વિટર પર પોસ્ટ મૂકાતા કહ્યું કે, “હું વાયુસેનાનો યુનિફોર્મ પહેરીને ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું.”

વાયુસેના સ્થાપના દિવસ વિશે શું કહ્યું ગ્રૂપ કેપ્ટન સચિન તેંડુલકરે ?

IAF ગ્રુપ કેપ્ટન સચિન તેંડુલકરે ટ્વિટર પોસ્ટમાં શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, “હું IAFના તમામ જવાનો અને પરિવારજનોને અભિનંદન આપું છું. મને બ્લૂ રંગ(યુનિફોર્મ) પહેરવાની તક આપવા બદલ હું ભારતીય વાયુસેનાનો આભાર માનું છું. હું ખૂબ જ ગર્વ અને સન્માન સાથે યુનિફોર્મ પહેરું છું અને હું IAFનો એક ભાગ બનવાની પ્રશંસા કરું છું. જ્યારે પણ હું ભારત તરફથી રમતો ત્યારે પણ બ્લૂ પહેરતો અને એ સમયે પણ મને આવું જ લાગતું હતું,”

 

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 2010માં ગ્રૂપ કેપ્ટનના રેન્ક સાથે ભારતીય વાયુસેનાનો એક ભાગ બન્યો હતો અને માનદ પુરસ્કાર મેળવનાર પ્રથમ રમતવીર હતો તો સન્માન મેળવનાર ઉડ્ડયન પૃષ્ઠભૂમિ વિનાનો પણ પ્રથમ હતો.

શા માટે 8 ઓક્ટોબરને વાયુસેના દિવસ તરીકે  ઉજવાઇ છે ?

વાયુસેના દિવસએ ભારતીય વાયુસેનાના દેશના સશસ્ત્ર દળોમાં સત્તાવાર સમાવેશને ચિહ્નિત કરે છે, જેની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી. દર વર્ષે આ દિવસ ભારતીય વાયુસેનાના વડા અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉજવવામાં આવે છે. 1932માં યુનાઈટેડ કિંગડમની રોયલ એર ફોર્સના સહાયક દળ તરીકે હવાઈ દળને સત્તાવાર રીતે ઉછેરવામાં આવ્યું હતું અને પ્રથમ ઓપરેશનલ સ્ક્વોડ્રન 1933માં બનાવવામાં આવ્યું હતું.

આ પણ જાણો :91મા એરફોર્સ ડે નિમિત્તે પીએમ મોદી અને અમિત શાહે વાયુસેનાને શુભેચ્છા આપી

Back to top button