ITBPએ સિક્કિમના ચુંગથાંગમાં રોપવે દ્વારા 56 નાગરિકોને બચાવ્યા
- સિક્કિમમાં વાદળ ફાટવાથી પ્રવાસીઓ ફસાયા
- ITBPના જવાનોએ 56 નાગરિકોનું રેસ્ક્યૂ કર્યું
- પૂરના કારણે સેનાના 23 જવાન ગુમ થયા
સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને અન્ય લોકો ત્યાં ફસાયેલા છે. ITBPના જવાનો તેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. ચુંગથાંગમાં ફસાયેલા લોકોમાંથી ITBP રેસ્ક્યુ ટીમે રોપ-વે દ્વારા 56 નાગરિકો (52 પુરૂષો અને 4 મહિલાઓ) ને સફળતાપૂર્વક બચાવી લીધા છે. બીજી તરફ, તિસ્તા નદીમાં પૂર આવતાં સેનાના 23 જવાન ગુમ થઈ ગયા હતા. બાદમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 8 જવાનોને બચાવી લેવાયા હતા. અન્ય હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
40 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા
બુધવારની વહેલી સવારે વાદળ ફાટવાથી સર્જાયેલા અચાનક પૂરથી રાજ્યના ચાર જિલ્લાઓમાં 41,870 લોકોને અસર થઈ હતી. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA)ના જણાવ્યા અનુસાર, લગભગ 30,300ની વસ્તી આપત્તિનો ભોગ બની છે. અન્ય ત્રણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગંગટોક, પાક્યોંગ અને નામચી છે. SSDMAએ જણાવ્યું હતું કે, પાક્યોંગમાંથી 19, ગંગટોક જિલ્લામાંથી છ, મંગનમાંથી ચાર અને નામચીમાંથી એક મૃત્યુ નોંધાયું હતું.
#WATCH | In another rescue operation, 56 civilians (52 male & 4 female) were successfully rescued via the ropeway made by the ITBP rescue team in Chungthang, North Sikkim: ITBP pic.twitter.com/tIt8QOEdYp
— ANI (@ANI) October 8, 2023
અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન માટે વિશેષ રડાર, ડ્રોન અને આર્મી ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી 2,563 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 6,875 લોકોએ રાજ્યભરમાં સ્થાપિત 30 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. એટલું જ નહીં, પૂરને કારણે 1,320 થી વધુ ઘરોને નુકસાન થયું હતું અને મનોહર હિમાલયન રાજ્યના ચાર જિલ્લાઓમાં 13 પુલ ધોવાઈ ગયા હતા. જો કે હજુ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
આ પણ વાંચો: સિક્કિમમાં પૂરને કારણે 56 નાં મૃત્યુ, 3 હજાર પ્રવાસીઓ ફસાયા