ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

India Vs Australia: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

India Vs Australia: ભારતીય ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાના આજે પહેલી મેચ છે. જેની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરવા જઈ રહી છે. જે આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ખેલાડીઓ ફિલ્ડીંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે. શુભમન ગિલ બિમાર હોવાથી આ મેચનો ભાગીદાર નહી થાય.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં જોરદાર ટક્કર થવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમનો રેકોર્ડ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન છે, જ્યારે ભારતે બે વખત વર્લ્ડ ટાઈટલ જીત્યું છે. જો જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયન ટીમમાં એવા ખેલાડીઓની ફોજ છે, જે આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમે તેમને ઝડપથી તેમની વિકેટ લેવી પડશે.

વર્લ્ડકપઃ ભારતીય ટીમના સમર્થનમાં ભૂતપૂર્વ ખેલાડીઓના ટ્વિટ

  • યુવરાજે કહ્યું, ઈન્ડિયા, તુ તુફાન મચા

 

 

ભારત-ઓસ્ટ્રેલિયા મેચના ખેલાડીઓ:

ભારતની પ્લેઇંગ ઇલેવનની ટીમ

ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્લેઈંગ ઈલેવનની ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનની ટીમ

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન ટીમમાં પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચેન્નાઈની પીચ કેવી છે?

  • ચેન્નાઈની પીચ હંમેશા સ્પિન બોલરો માટે મદદગાર રહી છે. પરંતુ ICC ટૂર્નામેન્ટ હોવાને કારણે તે તેના મૂળ સ્વરૂપથી અલગ રીતે વર્તે છે. તટસ્થ પિચ પર મોટા સ્કોર થવાની સંભાવના છે.

ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં કાંગારુ ટીમે બે અને ભારતે એક મેચ જીતી છે. આ મેદાન પર છેલ્લી વખત બંનેની મુલાકાત ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર ચાર મેચ જીતી શક્યું છે. મતલબ કે આંકડાઓમાં ઓસ્ટ્રેલિયન ટીમનો હાથ ઉપર હોય તેમ જણાય છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ માટે BCCI વધુ 14,000 ટિકિટ ઈસ્યુ કરી, બુકિંગ શરૂ

Back to top button