ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં બહારનો નાસ્તો ભેળસેળ યુક્ત તથા અનહાઈજેનિક, જાણો કેવી રીતે

  • ફૂડ વિભાગ દ્વારા હોટલો, રેસ્ટોરેન્ટ ખાણી પીણીના એકમોમાં ચેકિંગ કરાશે
  • ફૂડ વિભાગે અમદાવાદમાં આવેલ 259 એકમોમાં ચેકિંગ કર્યું
  • 126 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા

અમદાવાદમાં બહારનો નાસ્તો ભેળસેળ યુક્ત તથા અનહાઈજેનિક છે. જેમાં ફૂડ વિભાગે 259 એકમોમાં ચેકિંગ કર્યું છે. જેમાં 104 એકમોને નોટિસ ફટકારી છે. તથા 126 સેમ્પલ લેવાયા છે. ત્યારે રૂ. 1,57,500નો દંડ અને રૂ. 1,11,300 રજિસ્ટ્રેશન ફી વસૂલ છે. તેમજ નીલકંઠ ટ્રેડર્સ, નીલકંઠ ટ્રેડર્સનું ગોડાઉન ‘સીલ’ કરવામાં આવ્યું છે. જેમાં રૂ.3.66 લાખનો 477 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના નામે પાર્સલથી છેતરપિંડી

126 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા

AMCના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા ભેળસેળ કરીને તથા અનહાઈજેનિક ખોરાક વેચીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કારનારા વેપારીઓ અને એકમોમાં તા. 1 ઓક્ટોબરથી તા. 7 ઓક્ટોબર સુધીના સમયગાળામાં 259 એકમોમાં ચેકિંગ હાથ ધરીને 126 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. AMC દ્વારા માધુપુરામાં ઘીના વેપારી નિલકંઠ ટ્રેડર્સના એકમ અને નિલકંઠ ટ્રેડર્સનું ગોડાઉન ‘સીલ’ કરવામાં આવ્યું છે અને રૂ.3.66 લાખનો 477 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને રૂ.4.67 લાખનો 741 કિલો/લિટર ઘીનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. હેલ્થ- ફુડ વિભાગ દ્વારા 259એકમોનું ચેકિંગ કરીને 104 એકમોને નોટિસ અપાઈ હતી. અને 969 કિલો અને 319 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોના નાશ કરવામાં આવ્યો છે. તેમજ રૂ. 1,57,500નો દંડ અને રૂ. 1,11,300ની રજિસ્ટ્રેશન ફી વસૂલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ફુડ વિભાગ દ્વારા હોટલો, રેસ્ટોરેન્ટ ખાણી પીણીના એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી મામલે કૌભાંડના પત્તા ખુલ્યા 

આગામી દિવસોમાં હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં સઘન ચેકિંગ કરાશે

હેલ્થ- અનેડ ફુડ વિભાગ દ્વારા ફરસાણનો ધંધો કરતા એકમોમાં ચેકિંગ કરીને એક જ તેલમાં વારંવાર ફસાણ તળીને નાગરિકોના આરોગ્યને હાનિ પહોંચાડનારને અટકાવવા માટે 23 એકમોમાં TPC ચેક કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવશે. AMC હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા ઘીના 21, મિઠાઈના 1, ખાદ્યતેલના 7, દૂધના 1, મસાલાના12, નમકીનના10 તથા અન્ય 74 સહિત કુલ 126 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા 259 એકમો ચેક કરવામાં આવ્યા હતા અને 104 ને નોટિસ આપવામાં આવી હતી.

Back to top button