ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

91મા એરફોર્સ ડે નિમિત્તે પીએમ મોદી અને અમિત શાહે વાયુસેનાને શુભેચ્છા આપી

  • ભારત તેનો 91મો વાયુસેના દિવસ ઉજવી રહ્યું છે
  • વડાપ્રધાન મોદીએ ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
  • અમિત શાહે વાયુસેનાને શભેચ્છા પાઠવી
  • ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ થઈ હતી

આપણા દેશમાં દર વર્ષે 8 ઓક્ટોબરને ભારતીય વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 91મો વાયુસેના દિવસ ઉજવી રહ્યું છે. ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2023માં ભારતીય વાયુસેનાની થીમ ‘IAF – એર પાવર બિયોન્ડ બાઉન્ડ્રીઝ’ તરીકે નક્કી કરવામાં આવી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયુસેનાની દેશ માટે પ્રતિબદ્ધતા અને બલિદાન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંદેશો લખ્યો છે.

 

Indian Air Force
Indian Air Force

 

પીએમ મોદીએ શુભકામના પાઠવતા લખ્યું કે, “એરફોર્સ ડે નિમિત્તે તમામ હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને હું શુભેચ્છા આપું છું. દેશને ભારતીય વાયુસેનાની બહાદુરી, પ્રતિબદ્ધતા અને સમર્પણ પર ગર્વ છે. તેમની મહાન સેવા અને બલિદાન એ ખાતરી આપે છે કે આપણું આકાશ સુરક્ષિત છે.”

તેમણેઆ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છા આપી છે.  તેમણે લખ્યું કે, “#IndianAirForceDay પર વાયુસેનાના જવાનોને શુભેચ્છાઓ. તેમની હિંમત અને લોખંડી પાંખોથી ભારતીય વાયુસેનાએ યુદ્ધ અને શાંતિ દરમિયાન રાષ્ટ્રના હિતની સુરક્ષા કરી છે. આ શુભ અવસર પર હું તેમની અમૂલ્ય સેવા અને બલિદાનોને યાદ કરું છું. તેમને રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યું છે.”

એરફોર્સ ડેની ઉજવણીમાં 100થી વધુ ફાઈટર પ્લેન ભાગ લેશે

ભારતીય વાયુસેના (IAF) ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ વિસ્તારમાં એક મેગા એર શોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 120 ફાઇટર જેટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ જેમાં રાફેલ ફાઇટર જેટ અને 10 એરબેઝના હેલિકોપ્ટર એરિયલ પ્રદર્શનમાં ભાગ લીધો છે. બે જૂના એરક્રાફ્ટ હાર્વર્ડ અને ટાઇગરમોથ એ સંગમ કિનારે લવ અને કુશ ફોર્મેશનમાં ઉડાન ભરશે. પ્રથમ વખત ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડોની ફ્લાઈટ પણ પરેડમાં જોવા મળશે. નોંધનીય છે કે, ગરુડએ તાજેતરમાં રાષ્ટ્રની સેવાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે.

ભારતીય વાયુસેનાની સ્થાપના કોણે કરી?

ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ થઈ હતી, ત્યારથી આ દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. એર માર્શલ સુબ્રતો મુખર્જીને ભારતીય વાયુસેનાના સ્થાપક માનવામાં આવે છે. આઝાદી પછી 1 એપ્રિલ 1954ના રોજ, સુબ્રતો મુખર્જીને ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાનું મુખ્ય મથક દેશના દિલ્હીમાં સ્થાપિત છે.

 

આ પણ વાંચો: પહેલું તેજસ ટ્વિન સીટર વિમાન વાયુસેનાને મળ્યું, જાણો શું છે તેની ખાસિયત

Back to top button