હમાસ-ઈઝરાયેલ ઘર્ષણમાં બંને પક્ષે ૫૦૦થી વધુ મૃત્યુ
- ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં આખી રાત છોડવામાં આવ્યા રોકેટ
- હમાસના હુમલામાં 300ના મૃત્યુ તો ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 250ના મૃત્યુ
- ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ પરિસ્થિતિને લઈ દુ:ખ વ્યક્ત કર્યું
શનિવાર(7 ઓકટોબર)ની સવાર ઈઝરાયેલ માટે ઐતિહાસિક દુર્ઘટના લઈને આવી હતી. જે દેશે પહેલા ક્યારેય જોઈ ન હતી. જેમાં પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે સવારે ઓપરેશન ‘અલ-અક્સા ફ્લડ’ શરૂ કરી માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં આ સંઘર્ષમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જવાબી હુમલામાં અત્યાર સુધીમાં 300 ઈઝરાયેલી લોકો માર્યા ગયા છે, જ્યારે ગાઝામાં 230 લોકો માર્યા ગયા છે. ઘાયલોની વાત કરીએ તો તેમની સંખ્યા 3500ને વટાવી ગઈ છે. ત્યારે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાનયાહૂએ પરિસ્થિતિને લઈને સોશિયલ મીડિયામાં દુ:ખ વ્યક્ત કર્યું હતું.
શું કહ્યું ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાનયાહૂએ ?
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાનયાહૂએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “શબ્બાત અને રજાના દિવસે, હમાસે ઇઝરાયેલી પ્રદેશ પર આક્રમણ કર્યું અને બાળકો, વૃદ્ધો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા કરી. હમાસે ઘાતકી અને દુષ્ટ યુદ્ધ શરૂ કર્યું છે. આપણા બધા માટે આ ખૂબ જ મુશ્કેલ દિવસ છે.”
વધુમાં કહ્યું કે, “હમાસ આપણા બધાની હત્યા કરવા માંગે છે. આ એક દુશ્મન છે જે બાળકો અને માતાઓની તેમના ઘરોમાં, તેમના પથારીમાં હત્યા કરે છે. એક એવો દુશ્મન જે વૃદ્ધો, બાળકો અને યુવતીઓનું અપહરણ કરે છે, જે બાળકો સહિત આપણા નાગરિકોની હત્યા કરે છે, જેઓ ખાલી રજાનો આનંદ માણવા બહાર ગયા હતા.”
વિશ્વના નેતાઓ સાથે કરેલી વાતચીત વિશે જણાવતાં કહ્યું કે, “આજે, મેં યુ.એસ.ના પ્રેસિડેન્ટ જો બાઈડન સાથે અને અન્ય વિશ્વ નેતાઓ સાથે વાત કરી. હું રાષ્ટ્રપતિ બાઈડનને તેમના મજબૂત અને સ્પષ્ટ શબ્દો માટે આભાર માનું છું. હું ફ્રાન્સના રાષ્ટ્રપતિ, ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન અને અન્ય ઘણા નેતાઓનો ઇઝરાયલને અસુરક્ષિત સમર્થન માટે આભાર માનું છું. હું ઇઝરાયેલના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણે બધા આ અભિયાનમાં સાથે છીએ. આ યુદ્ધમાં સમય લાગશે. તે મુશ્કેલ હશે. આપણી સામે પડકારજનક દિવસો છે.”
This morning, on Shabbat and a holiday, Hamas invaded Israeli territory and murdered innocent citizens including children and the elderly. Hamas has started a brutal and evil war.
We will be victorious in this war despite an unbearable price. This is a very difficult day for all…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) October 8, 2023
અત્યારસુધીમાં બંને પક્ષના 500થી વધુના નીપજયાં મૃત્યુ
હમાસના મિસાઈલ અને જમીની હુમલાને કારણે ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 300 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1500ને પાર થઈ ગઈ છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં જીવ ગુમાવનારા પેલેસ્ટાઈનના લોકોની સંખ્યા 232 છે. અહીં 1700 લોકો ઘાયલ પણ થયા છે.
અહેવાલો મુજબ, ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો બોમ્બમારો રવિવારની વહેલી સવારે પણ ચાલુ રહ્યો હતો. ગાઝા સિટી પર હવાઈ હુમલાના અવાજો આવી રહ્યા છે. હવાઈ હુમલામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તે હાલમાં જાણી શકાયું નથી. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહ્યું છે. ઇઝરાયેલ હમાસના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. મોટાભાગના લોકો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓમાં છુપાયેલા છે. ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની શેરીઓમાં મૌન છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પર દબાણ છે. હમાસના હુમલા બાદ મોટાભાગના લોકોએ શેલ્ટર હોમમાં આશ્રય લીધો છે. પરંતુ મોટાભાગના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી રહ્યા નથી.
હમાસે દાવો કર્યો છે કે તેણે ડઝનેક ઈઝરાયેલને બંધક બનાવ્યા નથી, પરંતુ તેમની સંખ્યા અનેક ગણી વધારે છે. હમાસની સૈન્ય પાંખના પ્રવક્તાએ કહ્યું કે, જે ઈઝરાયલીઓને પકડવામાં આવ્યા છે તેમને ગાઝા પટ્ટીના અલગ-અલગ વિસ્તારોમાં બંધક બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રાજધાની તેલ-અવીવ જતી ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમેરિકન એરલાઇન્સ, એર ફ્રાન્સ, લુફ્થાન્સા, અમીરાત, રાયનેર અને એગિન એરલાઇન્સે તેલ-અવીવમાં ઉડ્ડયન ન કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો :ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદ શું છે, જમીનના ટુકડા માટે ત્રણ ધર્મો કેવી રીતે લડી રહ્યા છે