નેશનલ

પટનાના રાજીવનગરમાં મેગા ડીમોલીશન દરમિયાન હંગામો, SPને ઈજા, 12ની ધરપકડ

Text To Speech

પ્રશાસને પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશન હેઠળના નેપાળી નગર વિસ્તારમાં 70 મકાનો તોડવાનું શરૂ કરી દીધું. જે દરમિયાન સ્થાનિક લોકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હાઉસિંગ બોર્ડે લોકોને અહીં મકાન ખાલી કરવા નોટિસ આપી હતી. ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલુ છે.

સંજીવ ચૌરસિયાએ આ કાર્યવાહીને દમનકારી ગણાવી 

ભાજપના ધારાસભ્ય સંજીવ ચૌરસિયાએ પટનાના રાજીવ નગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહીને દમનકારી કાર્યવાહી ગણાવી છે. હૈદરાબાદથી એક વીડિયો બનાવીને જારી કરવામાં આવેલા નિવેદનમાં સંજીવ ચૌરસિયાએ કહ્યું છે કે રાજીવ નગરની 20 એકર જમીનને લઈને સર્કલ ઓફિસર દ્વારા આપવામાં આવેલ આદેશ સંપૂર્ણપણે ખોટો છે.

રાજીવ નગરમાં 12 લોકોની ધરપકડ

પટનાના રાજીવ નગરમાં અતિક્રમણ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે દિઘા ભૂમિ સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રીનાથ સહિત 12 લોકોની ધરપકડ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં ગેરકાયદે બાંધકામવાળા તમામ મકાનો તોડી પાડવામાં આવશે.

પપ્પુ યાદવને મકાનમાલિકોને મળવા દેવાયા ન હતા

જાપના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ યાદવ આજે નેપાળી નગર પહોંચી ગયા છે. પરંતુ અહીં જાપના રાષ્ટ્રીય અધ્યક્ષને વહીવટીતંત્ર દ્વારા ઘરના માલિકો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી

ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલી પોલીસ પર હુમલો

નેપાળી નગરમાં ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. જેના કારણે સિટી એસપી સહિત ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે. પટનાના રાજીવ નગરમાં લોકોના ગુસ્સા બાદ થોડા સમય માટે ડીમોલીશનની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. જે પુનઃ શરુ કરવામાં આવી.

જિલ્લા પ્રશાસને જાનહાનીનો ઇનકાર કર્યો

રાજીવ નગરમાં આજે સવારથી વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન વિરોધ થતા પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો છે. 3 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

Back to top button