કંગનાએ કોને કહ્યું, સુધર જાઓ નહીં તો…
- કંગના રનૌતે મહાદેવ સટ્ટાબાજી એપ કેસને લઈ આપી પ્રતિક્રિયા
- ED સ્કેનર હેઠળના સેલેબ્સ પર અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં મૂકી સ્ટોરી
- “સુધર જાઓ નહીં તો સુધાર દિયે જાઓગે” : કંગના રનૌત
સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રી કંગના રનૌતે સોનુ સૂદ, સોનાક્ષી સિન્હા, રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સહિતના બોલિવૂડ કલાકારોને ED દ્વારા સમન્સ મોકલવા પર શનિવારે(7 ઓક્ટોબરે) પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, “સુધર જાઓ નહીં તો સુધાર દિયે જાઓગે”
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે(4 ઓક્ટોબરે) હિન્દી ફિલ્મ અભિનેતા રણબીર કપૂરને મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડની તપાસના ભાગરૂપે સમન્સ પાઠવ્યું હતું, જેમાં છત્તીસગઢમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતા અહેવાલ મુજબ, આ કેસના સંબંધમાં બોલિવૂડની 17 જેટલી હસ્તીઓ EDના સ્કેનર હેઠળ આવી છે. જેમાં રણબીર કપૂર, હુમા કુરેશી, શ્રદ્ધા કપૂર, ટાઈગર શ્રોફ, સોનાક્ષી સિન્હા અને કપિલ શર્મા સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીની સક્સેસ પાર્ટીમાં હાજરી આપવા અથવા પરફોર્મ કરવા ગયા હોવાથી તેમની તપાસ થઈ રહી છે.
શું લખ્યું અભિનેત્રી કંગના રનૌતે?
આ કેસ પર કંગના રનૌતે ટિપ્પણી કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી. કંગના રનૌતે લખ્યું કે, “આ સમર્થન મને એક વર્ષના ગાળામાં લગભગ 6 વખત મળ્યું, દરેક વખતે તેઓએ મને ખરીદવાની ઓફરમાં કરોડો રૂપિયા ઉમેર્યા પરંતુ મેં દર વખતે ના કહ્યું, હવે જુઓ. પ્રામાણિકતા હવે ફક્ત તમારા અંતરાત્મા માટે સારી નથી, યે નયા ભારત હૈ, સુધર જાઓ નહીં તો સુધર દિયે જાઓગે. તેણીએ ટિપ્પણી સાથે હાસ્ય ઇમોજી અને ભારતીય ધ્વજનું ઇમોજી ઉમેર્યું હતું.
સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરાયેલી કંપની દુબઈથી સંચાલિત થઈ રહી હતી. તે કથિત રીતે નવા વપરાશકર્તાઓની નોંધણી કરવા, આઈડી બનાવવા અને બેનામી બેંક ખાતાઓ દ્વારા મની લોન્ડરિંગ કરવા માટે ઓનલાઈન બુકિંગ સટ્ટાબાજીની એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હતા.
અહેવાલો મુજબ, મહાદેવ મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને સમન્સ મોકલવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂરની ટીમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા સમન્સનો જવાબ આપ્યો છે. અભિનેતાની ટીમ ED સુધી પહોંચી છે અને તેમને ટીમ સમક્ષ હાજર થવા માટે બે અઠવાડિયાનો સમય આપવા વિનંતી કરી છે.
આ પણ જુઓ :ઓનલાઈન ગેમિંગ એપ કેસમાં રણબીર કપૂર બાદ હુમા કુરેશી અને કપિલ શર્માને EDનું સમન્સ