ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એર ઈન્ડિયાનું A350 એરક્રાફ્ટ નવા લોગો અને ડિઝાઈન સાથે તૈયાર

Text To Speech
  • એર ઈન્ડિયાએ એરબસ A350ની પ્રથમ ઝલક બતાવી
  • સોશિયલ મીડિયા પર નવા રંગરૂપ સાથે તસવીર શેર કરી
  • નવા દેખાવ પાછળ કંપનીએ $400 મિલિયનનો ખર્ચ કર્યો

દેશના સૌથી મોટા જૂથોમાંના એક ટાટા ગ્રુપે તેની એર ઈન્ડિયાએ તેના નવા એરક્રાફ્ટ એરબસ A350ની ઝલક બતાવી છે. નવા રંગરૂપ સાથે નવો લોગો પણ તેમાં રાખવામાં આવ્યો છે.  A350ની આ લેટેસ્ટ તસવીર ફ્રાંસના તુલુઝમાં એક વર્કશોપમાં ક્લિક કરવામાં આવી હતી. એરલાઈન્સે આ વર્ષની શરૂઆતમાં નવા રેડ-એબર્જિન-ગોલ્ડ લુક અને નવા લોગો ‘ધ વિસ્ટા’ સાથે રિબ્રાન્ડીંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ તસવીર શેર કરતા એર ઈન્ડિયાએ લખ્યું છે કે, ‘નવા રંગરૂપ સાથે સજ્જ એરક્રાફ્ટ આ વિન્ટર સીઝનમાં ભારતમાં લાવવામાં આવશે.’

Courtesy: @airindia
Courtesy: @airindia

ટાટા ગ્રુપ દ્વારા હસ્તગત થયા બાદ એર ઈન્ડિયામાં ઘણા ફેરફારો

જ્યારથી ટાટા ગ્રૂપે એર ઈન્ડિયા હસ્તગત કરી છે ત્યારથી એરલાઈન કંપની પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. અને સતત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એટલું જ નહીં, એર ઈન્ડિયાના આ નવા દેખાવ પાછળ $400 મિલિયનનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અગાઉ, એર ઈન્ડિયાએ કહ્યું હતું કે, તેનો નવો લોગો ‘ધ વિસ્ટા ગોલ્ડ વિડો’ની ફ્રેમથી પ્રેરિત છે. એરલાઇનના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, આ એરલાઇનના વારસાને જાળવી રાખવા માટે કંપની બદલાવ માટે કામ કરી રહી છે.

નવી એરબેસ A350ની ખાસ વિશેષતા

નવી એરબસ A350ની વાત કરીએ તો, લોગોની સાથે કંપનીએ એરક્રાફ્ટની અંદર પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ઈન્ટિરિયરની તસવીરો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ બિનસત્તાવાર મીડિયા રિપોર્ટની વાત માનીએ તો, કંપની તેના ગ્રાહકોને ખાસ સુવિધાઓ આપવા જઈ રહી છે. આ ઉપરાંત કંપનીએ સેફ્ટી ફીચર્સ માટે પણ ઘણા અપડેટ્સ કર્યા છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાએ ગિફ્ટ સિટી મારફત કરી આ ડીલ, ટૂંક સમયમાં આવશે નવું એરક્રાફ્ટ

Back to top button