આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ગાઝામાં યુદ્ધની સ્થિતિઃ હમાસના હુમલા બાદ ઈઝરાયેલે જાહેર કર્યું ઑપરેશન આયર્ન સ્વોર્ડ્સ

ઈઝરાયેલે છેવટે ગાઝા પટ્ટીમાં ઑપરેશન આયર્ન સ્વોર્ડ્સ જાહેર કરી દીધું છું. શનિવારે વહેલી સવારે પેલેસ્ટિની આતંકીઓએ ઈઝરાયેલી શહેરો ઉપર રૉકેટમારો કર્યો હતો એટલું જ નહીં પરંતુ પેલેસ્ટિનીઓએ અમુક ઈઝરાયેલી વિસ્તારોમાં બંદૂકો સાથે ઘૂસી જઈને એકલ-દોકલ સૈન્ય જવાનો તેમજ સામાન્ય નાગરિકોની હત્યા કરવાનું શરૂ કર્યું હતું.

સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં આવતા ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેત્યાનાહુએ તેમના પ્રધાનમંડળની તાકીદની બેઠક બોલાવી હતી અને બેઠક બાદ હમાસ વિરુદ્ધ ઑપરેશન આયર્ન સ્વોર્ડ્સ જાહેર કર્યું હતું.

વડાપ્રધાન નેત્યાનાહુએ એક વીડિયો સંદેશ પોસ્ટ કરીને જણાવ્યું કે, We are at war… જૂઓઃ

 

વાંચોઃ પેલેસ્ટિનીઓએ દ્વારા 5000 રૉકેટમારા બાદ ઈઝરાયેલે જાહેર કરી યુદ્ધની સ્થિતિ

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓેએ શનિવારે ઈઝરાયેલમાં હુમલો કર્યો હતો. હમાસે દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયેલ ઉપર 5000 કરતાં વધુ રૉકેટ છોડ્યા છે. ઈઝરાયેલે આ સ્થિતિની ગંભીર ગણાવીને વળતા હુમલાની તૈયાર કરતાં ગાઝા પટ્ટીમાં ફરીથી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે સશસ્ત્ર બંદૂકધારીઓએ અનેક સ્થળોએ સરહદની વાડ ઓળંગીને ઘૂસણખોરી કરી હતી. ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જાહેર કર્યું છે કે તે”યુદ્ધ માટે તૈયાર છે” કારણ કે જેરુસલેમમાં સાયરન વાગી રહ્યા છે. એશ્કલોન અને તેલ અવીવ એમ બે શહેરો પર ડઝનબંધ રોકેટ છોડવામાં આવ્યા છે. આ રોકેટ દ્વારા રહેણાંક વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે અંદાજિત 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઇટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પૂર્વ જેરુસલેમ સહિત આ વિસ્તારો પર પેલેસ્ટાઈન દાવો કરે છે. સાથે જ ઈઝરાયેલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ઇજિપ્તની વચ્ચે છે.આ જગ્યા હાલ હમાસના નિયંત્રણમાં છે. જે ઈઝરાયેલ વિરોધી જૂથ છે. સપ્ટેમ્બર 2005માં, ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાયેલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ.

Back to top button