ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

PM મોદીને નિશાન બનાવવાની ખાલિસ્તાનીઓની ધમકી બાદ તંત્ર એલર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ કેન્દ્રીય તપાસ એજન્સીને મળ્યા બાદ દિલ્હીથી ગુજરાત સુધી તંત્ર સાબદું થયું છે. કેનેડામાં કથિત રીતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા ખાલિસ્તાની આતંકી નિજ્જરની જૂન મહિનામાં થયેલી હત્યાનો દોષનો ટોપલો કેનેડિયન સરકારે ભારત ઉપર લાદવાનો પ્રયાસ કર્યા બાદ બંને દેશ વચ્ચે વણસ્યા છે. એ દરમિયાન કેનેડાસ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓએ ભારતમાં હુમલા કરવાની અને તેમાંય વડાપ્રધાન મોદી તેમજ મેચ દરમિયાન સ્ટેડિયમને નિશાન બનાવવાની ધમકીઓ આપી હતી.

6 ઑક્ટોબરને ગુરુવારના રોજ કેન્દ્રીય સુરક્ષા એજન્સીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતા એક ઈમેલ વિશે માહિતી મળી હતી.જેમાં લખવામાં આવ્યું હતું કે “તુમ્હારી સરકાર સે હમે 500 કરોડ ઔર લોરેન્સ બિશ્નોઈ ચાહિયે નહીં તો કલ હમ નરેન્દ્ર મોદી કે સાથ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભી ઉડા દેંગે. હિન્દુસ્તાન મેં સબકુછ બિકતા હૈ તો હમને ભી કુછ ખરીદ લિયા હૈ કિતને ભી સિક્વે કરલો હમસે નહીં બચા પાઓગે અગર બાત કરની હૈ તો ઇસ મેલ પર હી બાત કરના” (અમે તમારી સરકાર પાસેથી રૂ. 500 કરોડ અને લોરેન્સ બિશ્નોઈ જોઈએ છે, નહીં તો અમે નરેન્દ્ર મોદી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ઉડાવી દઇશું. હિન્દુસ્તાનમાં બધુ જ વેચાય છે, કંઈક ખરીદાય છે, પછી ભલે તે ગમે તેટલું સુરક્ષિત હોય. તમે તેને બચાવી શકશો નહીં. જો તમારે વાત કરવી હોય તો આ મેઇલ પર જ વાત કરો).”, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પત્ર મળ્યા પછી કેન્દ્રીય એજન્સીએ મુંબઈ પોલીસ, ગુજરાત પોલીસ અને વડાપ્રધાનની સુરક્ષાનું ધ્યાન રાખતી અન્ય એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. તેમજ મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ મેચોની યજમાનીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પણ સુરક્ષા વધારી દીધી છે, વાનખેડે સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની પાંચ ક્રિકેટ મેચ યોજાવાની છે, સાથે જ સત્તાધારીઓ દ્વારા તેવું પણ જણાવામા આવી રહ્યું છે કે ઈમેલના મૂળને શોધવાના પ્રયાસો ચાલુ જ છે.

ભારતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું આયોજન કર્યું છે આ મેગા-ઇવેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. થોડા સમય પહેલા ખાલિસ્તાની તરફી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ ધડાકા કરીને 2023 ક્રિકેટ વર્લ્ડ કપ ખોરવી નાખવાની ધમકી આપી હતી.

ઉપરાંત, ધમકીભર્યા ઈમેલમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે જો સત્તાવાળાઓ તેમની માંગણી પૂરી કરવામાં નિષ્ફળ જશે તો તેમના માણસો સ્ટેડિયમ પર હુમલો કરશે.

આ પણ વાંચો : વર્લ્ડ કપ 2023 : બાંગ્લાદેશે ટોસ જીતીને અફઘાનિસ્તાન સામે બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Back to top button