ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વેબ સિરીઝ જોઈને નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું, પોલીસે પકડી પાડ્યા

દિલ્હી પોલીસે શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્ઝી’થી પ્રેરિત થઈ નકલી નોટો છાપતા પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 19 લાખ રૂપિયાથી વધુની નકલી નોટો જપ્ત કરી છે.

અક્ષરધામ મંદિર નજીક થઈ ધરપકડ

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગેંગ કથિત રીતે અજમેરમાં નકલી ચલણી નોટો છાપવા અને દિલ્હી એનસીઆરમાં ફરતી કરવા માટે એક યુનિટ ચલાવતી હતી. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે દિલ્હી પોલીસે એક ગોપનીય માહિતીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે પોલીસને બાતમી મળી હતી કે નકલી નોટોના ચલણમાં સંડોવાયેલા બે લોકો અક્ષરધામ મંદિર પાસે નોટોની આપવા આવવાના છે. આ માહિતીના આધારે દિલ્હી પોલીસે ગેંગ લીડર સાકુર મોહમ્મદ (25) તેમજ તેના સહયોગી લોકેશ યાદવ (28)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમની જોડેથી 6 લાખ રૂપિયાની કિંમતની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો મળી આવી છે.

 

અજમેરથી ચલાવવામાં આવતુ હતુ આ છાપખાનું

પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન મોહમ્મદે પોલીસને જણાવ્યું કે તેને હિમાંશુ જૈન (47), શિવ લાલ (30) અને તેના ભાઈ સંજય ગોદારા (22) પાસેથી નકલી નોટો મળી હતી. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) એ જણાવ્યું કે, આરોપીઓએ રાધે અને શિવલાલ સાથે મળીને રાજસ્થાનના અજમેરમાં ભાડાના મકાનમાં નકલી ભારતીય ચલણી નોટો (FICN) છાપવા માટે એક યુનિટ બનાવ્યું હતું. તેમની પાસેથી નકલી નોટો છાપવા માટે વપરાતા સાધનો, રૂ. 19,74,000ની કિંમતની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો, બે કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની કરી રહ્યા હતા તૈયારી

મોહમ્મદ એક ચિત્રકાર છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે 2015માં અજમેર ગયો હતો. તેણે કહ્યું કે તેને વેબ સીરિઝ ‘ફરઝી’થી નકલી નોટો છાપવા અને ફરતી કરવાની પ્રેરણા મળી હતી. તેનો મિત્ર શિવલાલ પણ 2011માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અજમેર ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે દેવાથી ડૂબી ગયો હતો અને તેણે મોહમ્મદ અને રાધેય સાથે મળીને FICN યુનિટ ખોલવાનું કાવતરું ઘડ્યું હતું.

એક આરોપીની શોધ ચાલુ

પોલીસે જણાવ્યું હતું કે આ નકલી નોટ છાપવાના ગુનામાં 5 આપોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રાધેય નામનો વ્યક્તિ પણ આ નકલી નોટ છાપખાના સાથે જોડાયેલો છે, જેની શોધ ખોળ હાલ ચાલું છે.

આ પણ વાંચો: મોદી સરકારે X, YouTube, Telegram ને આપી નોટીસ, જાણો કેમ ?

Back to top button