ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

સ-માનવ ગગનયાન મિશન માટે ઈસરોએ પરીક્ષણની શરૂ કરી તૈયારી

  • આવતા વર્ષે સમાનવ ગગનયાન મોકલવાની પૂર્વતૈયારી શરૂ
  •  ગગનયાન મિશનને લઈ ISROની તૈયારીઓ પૂરજોશમાં  
  • મિશનમાં પ્રથમ માનવરહિત ફ્લાઈટનું કરાશે પરીક્ષણ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ચંદ્ર અને સૂર્ય મિશનની સફળતા બાદ હવે ગગનયાન મિશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગગનયાન મિશનને લઈ ઈસરોએ શનિવારે(7 ઓક્ટોબરે) ટ્વીટ કરી માહિતી આપી હતી. ઈસરોએ જણાવ્યું હતું કે, “ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ કરાશે.  ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે ક્રૂ એસ્કેપ સિસ્ટમ માટેનું કાર્ય કરે છે.” ગગનયાન મિશન બનાવવામાં ISROએ DRDO અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની પણ મદદ લીધી છે. ISRO અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થશે તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બનશે.

ગગનયાન મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે ?

અહેવાલો મુજબ, લગભગ 900 કરોડ રૂપિયાના ખર્ચમાં બનાવવામાં આવેલું આ મિશન આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. આ પહેલા ત્રણ વાહન ટેસ્ટ કરાવવાના રહેશે. આ પૈકી, પ્રથમ વાહન પરીક્ષણ મિશન TV-D1 હશે, બીજું TV-D2 મિશન હશે અને ત્રીજું પરીક્ષણ LVM3-G1 હશે. આ એક માનવરહિત મિશન હશે.

 

સપ્ટેમ્બરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આર.હટને કહ્યું હતું કે, ISROનું આ ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન હશે. આ મિશન હેઠળ ત્રણ અવકાશયાત્રીઓને 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

ક્રૂ સલામતી સુનિશ્ચિત કરવાનાં પગલાં

ઈસરોએ કહ્યું કે, ગગનયાનનું પરીક્ષણ વાહન ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જેથી ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરી શકાય. આ માટે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1)ની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં રોબોટ્સ અને હ્યુમનૉઇડ્સ (માનવ જેવા રોબોટ્સ)ને અવકાશમાં મોકલીને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. ગગનયાનના ત્રીજા વાહન પરીક્ષણ, LVM3-G1 હેઠળ મોકલવામાં આવનાર હ્યુમનૉઇડ ક્રૂ દ્વારા સામનો કરવામાં આવતા તમામ પડકારો વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

  • મિશનમાં ભાગ લેનારા અવકાશયાત્રીઓને ગગનૌટ કહેવામાં આવશે. આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવાનું કામ ભારતીય વાયુસેનાને આપવામાં આવ્યું છે. મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને અવકાશયાત્રીઓની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. આમાં એર ડ્રોપ ટેસ્ટ (IADT), પેડ એબોર્ટ ટેસ્ટ (PAT) અને ટેસ્ટ વ્હીકલ (TV) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે.

આ પણ વાંચો : પેલેસ્ટિનીઓ દ્વારા 5000 રૉકેટમારા બાદ ઈઝરાયેલે જાહેર કરી યુદ્ધની સ્થિતિ

Back to top button