આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

એશિયન ગેમ્સઃ 72 વર્ષમાં પ્રથમ વખત ભારતે 100 મેડલ જીતી ઈતિહાસ રચ્યો

  • 72 વર્ષના ઈતિહાસમાં ભારતે પહેલી વાર 100 મેડલ્સનો આંકડો પાર કર્યો
  • ભારતને 24 સપ્ટેમ્બરે શૂટિંગમાં પહેલો મેડલ મળ્યો હતો
  • એશિયન ગેમ્સમાં 25 ગોલ્ડ મેડલ સાથે ભારતે ચોથું સ્થાન મેળવ્યું 

એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે. છેલ્લા 72 વર્ષના ઈતિહાસમાં ભારતે પહેલી વાર 100 મેડલ્સનો આંકડો પાર કર્યો છે. ગેમ્સના 14મા દિવસે શનિવારે સવારે મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને 26-25થી હરાવીને ભારત માટે ગોલ્ડ અને 100મો મેડલ જીત્યો હતો. આ સાથે ભારત પાસે હવે 25 ગોલ્ડ મેડલ થઈ ગયા છે. ચીનના ગુઆંગઝૂમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતને 24 સપ્ટેમ્બરે શૂટિંગમાં તેનો પહેલો મેડલ મળ્યો હતો. ત્યારથી જીતનો સિલસિલો જારી રહ્યો છે.

INDIA 100 MEDAL
COURTECY : ASIAN GAMES

 

7 ઓક્ટોબરે ભારતે 3 ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા

એશિયન ગેમ્સમાં આજે ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ચાર મેડલ મેળવ્યા છે. જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચીનની ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, જીતનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ગઈ કાલે ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ 2023માં ભારતનો પ્રથમ મેડલ

24 સપ્ટેમ્બરના રોજ, 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમને જોડીના ખેલાડી મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલે સિલ્વર મેડલ જીત્યો હતો. એ જ દિવસે અર્જુન જટ લાલ અને અરવિંદ સિંહની જોડીએ પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ રોઇંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અર્જુન અને અરવિંદ ચીનના ફેન જુંજી અને સન મેનને પાછળ રાખીને બીજા સ્થાને રહ્યા. ઓલિમ્પિયન ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને દિવ્યાંશ સિંહ પંવાર સાથે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રુદ્રાંશ પાટીલે ચીનના પીપલ્સ રિપબ્લિકના હાંગઝોઉમાં પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં એશિયન ગેમ્સ 2023માં ગોડલ મેડલ હાંસલ કરી દેશનું ગૌરવ વધાર્યું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટ ટીમે સ્વર્ણ પદક જીત્યો હતો.

અત્યાર સુધી ભારતના નામે 25 સ્વર્ણ પદક

એશિયન ગેમ્સ 2023માં ભારતના ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને 25 સ્વર્ણ પદક જીત્યા છે. જ્યારે 23 સિલ્વર મેડલ અને 40 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. આમ, કુલ 100 મેડલ સાથે ભારત એશિયન ગેમ્સમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. ભારતીય ખેલાડીઓના ઉત્સાહને જોતા મેડલ્સની સંખ્યા ચોક્કસપણ વધી શકે છે. અગાઉ, 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં, ભારતે સૌથી વધુ 70 મેડલ જીત્યા હતા.

વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાડમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેઓએ X પર લખતાં કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભારત માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતના લોકો રોમાંચિત છે કે અમે 100 મેડલ હાંસલ કરી નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હું એ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમના પ્રયત્નોથી ભારત આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં સક્ષમ બન્યું છે.દરેક પ્રદર્શને ઈતિહાસ રચ્યો છે અને અમારા હૃદયને ગર્વથી ભરી દીધું છે.

બીજી તરફ, ભારતીય તીરંદાજી એસોસિએશનના ઉપાધ્યક્ષ કૈલાશ મુરારકાએ પણ 100 મેડલનો આંકડો પાર કરવા પર ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: દિલ્હી : વાઈબ્રન્ટ સમિટ પૂર્વે 119 દેશના ડિપ્લોમેટ સાથે CMએ યોજી બેઠક

Back to top button