અક્ષય કુમારની મિશન રાણીગંજ ફિલ્મથી પ્રભાવિત સેન્સર બોર્ડે દિલ ખોલીને કર્યા વખાણ
- અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાણીગંજ’ એક સત્ય ઘટના પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ કોલસાની ખાણમાં બનેલી દુર્ઘટના પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં જસવંત સિંહ ગીલે કેવી રીતે અનેક મુશ્કેલીઓ વચ્ચે બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
Mission Raniganj: અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ આજે 6 ઓક્ટોબરે રિલીઝ થઈ ગઈ છે. દર્શકોને રિલીઝ કરતા પહેલા આ ફિલ્મ સેન્સર બોર્ડને બતાવવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં અક્ષય કુમારની ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. પેનલે 2 કલાક 18 મિનિટની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ જોયા પછી બોર્ડના તમામ સભ્યો આ ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
CBFC બોર્ડના સભ્યો જેમણે ફિલ્મ જોઈ હતી તેઓએ અક્ષય કુમારની ફિલ્મના વખાણ કર્યા, અને તેને ‘પ્રેરણાદાયી’ ફિલ્મ ગણાવી હતી. CBFC બોર્ડના વખાણએ નિર્માતા માટે ખુબજ સારા સમાચાર છે. મિશન રાણીગંજ ફિલ્મ રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલના જીવન પર આધારિત છે. જેમણે સમય સામે દોડી અને નવેમ્બર 1989માં રાનીગંજમાં કોલસાની ખાણમાં ફસાયેલા ખાણિયાઓને બચાવ્યા હતા.
View this post on Instagram
તાજેતરમાં જ અક્ષય કુમારે જસવંત સિંહ ગિલ સાથે ફોન પર થયેલી વાતચીતને યાદ કરી. અક્ષયે કહ્યું, “થોડા વર્ષો પહેલા જ્યારે જસવંત જીતા હતા, ત્યારે મને તેમની સાથે ફોન પર વાત કરવાની તક મળી હતી. તે એટલા નમ્ર, સરળ અને ડાઉન ટુ અર્થ હતા કે તેમની સાથે વાત કરવી ખરેખર સન્માનની વાત હતી. આવા અનસંગને યાદ કરતાં અક્ષયે કહ્યું કે પ્રેરણાદાયી વાર્તાઓમાં એટલું સત્ય અને બલિદાન છે કે હું આવી ફિલ્મો બનાવવાનું ચાલુ રાખવા માંગુ છું અને આજના યુવાનોને આવા મહાન લોકો વિશે જણાવવું છે.”
અક્ષય કુમારની મિશન રાણીગંજ ફિલ્મ 120 કરોડના બજેટમાં તૈયાર થઈ છે. આ ફિલ્મ ટીનુ સુરેશ દેસાઈના નિર્દેશનમાં બનેલી છે. આ મિશન રાણીગંજ ફિલ્મ કોલસાની ખાણમાં બનેલી દુર્ઘટના સત્ય હકીકત પર આધાની છે. આ આખી ઘટનાને સ્ક્રીન પર લાવશે જેણે દેશ તેમજ વિશ્વને હચમચાવી નાખ્યું અને જસવંત સિંહ ગીલે કેવી રીતે અનેક મુશ્કેલીઓ વચ્ચે બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું, તે આ અક્ષય કુમારની ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
‘મિશન રાણીગંજ’ની શરૂઆતના દિવસની કમાણી કેટલી હતી ?
ફિલ્મ ‘મિશન રાણીગંજ’ની શરૂઆત મોળી થઈ શકે છે. ‘મિશન રાણીગંજ’ના પ્રથમ દિવસની કમાણીનો અંદાજિત આંકડો આવી ગયો છે. SACNILCના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘મિશન રાણીગંજ’ રિલીઝના પ્રથમ દિવસે 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.
આ પણ વાંચો: મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોવા મળશે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનું સ્ટેચ્યૂ