ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિવાળી પછી થઈ શકે છે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી, ECનો પ્લાન તૈયાર

Text To Speech

આ વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે સંભવિત યોજના તૈયાર કરી છે. છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોમાં નવેમ્બરમાં દિવાળી પછી ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી મતદાન કરાવવાની યોજના છે.

આ તમામ રાજ્યોમાં 15 ડિસેમ્બર પહેલા મત ગણતરી થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની મંજુરી બાદ ચૂંટણી કાર્યક્રમને આખરી મંજુરી આપવામાં આવશે અને ત્યાર બાદ તેની જાહેરાત કરવામાં આવશે. આજે નિરીક્ષકોની બેઠક બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ મત ગણતરી એકસાથે થશે.

election voting
election voting

કયા રાજ્યમાં કાર્યકાળ ક્યારે સમાપ્ત થાય છે?

મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યમાં ભાજપનો સહયોગી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સત્તામાં છે. તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહ્યો છે. કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેલંગાણામાં સત્તામાં છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારો છે.

આ પણ વાંચોઃ શનિવારે છેલ્લો દિવસ! 2000 રૂપિયાની કેટલી નોટો હજુ પરત નથી આવી?

ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે રાજસ્થાન, મિઝોરમ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે ચૂંટણી પંચે શુક્રવારે તેના નિરીક્ષકોની બેઠક બોલાવી છે.

Back to top button