ટ્રેન્ડિંગમનોરંજન

મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોવા મળશે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનું સ્ટેચ્યૂ

  • અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યૂ બનાવાઈ રહ્યું છે
  • સ્ટેચ્યૂની પહેલી ઝલક સામે આવી
  • અભિનેતા હાલ પુષ્પા 2’ની શૂટિંગમાં વ્યસ્ત 

પુષ્પા ફેઇમ અલ્લુ અર્જુનની કારકિર્દી ફરી ઊંચાઈએ આંબી છે.  અભિનેતાની લોકપ્રિયતા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલી છે કે, ટૂંક સમયમાં દુબઈમાં તેનું વેક્સ સ્ટેચ્યુ બનીને તૈયાર થઈ જશે. નેશનલ એવોર્ડ વિનર અલ્લુ અર્જુન પોતાના સ્ટેચ્યુને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.  એક રિપોર્ટ મુજબ, અભિનેતાનું મીણનું પૂતળું વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે. તાજેતરમાં, અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તેઓ પોતાના સ્ટેચ્યુ માટે માપ આપી રહ્યા છે. એટલું જ નહીં, આ વીડિયોમાં તે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે.

Allu Arjun_Humdekhengenews
Allu Arjun_Humdekhengenews

 

આ વીડિયોને મેડમ તુસાદ દુબઈના પેજ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર શેર કરાયો છે. વીડિયોમાં એક્ટર બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે બ્લેક સૂટ સાથે મેચિંગ ગોગલ્સ પહેર્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે,” નેશનલ એવોર્ડ વિજેતા, 69 વર્ષમાં આ એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ અભિનેતા અને ડાન્સ મૂવ્સના આઇકોન, ધ વન એન્ડ ઓન્લી અલ્લુ અર્જુન આ વર્ષના અંતમાં મેડમ તુસાદ દુબઈ મ્યુઝીયમમાં તેના વેક્સ ટ્વીન સાથે સામસામે આવવા માટે તૈયાર છે.” વીડિયોમાં તેનું સ્ટેચ્યૂૃુ લાલ રંગના જેકેટમાં જોવા મળશે. જે તેણે તેની ફિલ્મ ‘આલા વૈકુંઠપુરરામુલુ’ના બોર્ડરૂમ ડાન્સ સીનમાં પહેર્યું હતું.

આવતા વર્ષે રિલીઝ થશે ‘પુષ્પા 2’

તેલુગુ એક્ટર અલ્લુ અર્જુન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા 2’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વખતે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’માં અલ્લુ અર્જુન અને ફહાદ ફાસીલ વચ્ચેની લડાઈ બતાવવામાં આવશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના ફરી એકવાર અલ્લુ અર્જુન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મની સિક્વલ 15 ઓગસ્ટ, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

અલ્લુ અર્જુનનું વર્ક ફ્રન્ટ

હાલમાં જ અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો 69મો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુન ટોલીવુડનો પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા બન્યો છે.  2021માં અલ્લુ અર્જુનની પુષ્પા- ધ રાઈઝ ફિલ્મ સુપરડુપર હિટ બની હતી. તેમજ આ ફિલ્મે જોરદાર કમાણી પણ કરી હતી. હવે ચાહકો તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તે ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે ‘AA 22’ પર કામ કરશે. અભિનેતાએ એક્શન ફિલ્મ માટે નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા સાથે પણ હાથ મિલાવ્યા છે.

Back to top button