ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને રાજ્યોને નોટિસ

  • ચૂંટણી પહેલા મફતની રેવડી પ્રથા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
  • સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ-રાજસ્થાન સરકાર, કેન્દ્ર અને ચૂંટણી પંચને મોકલી નોટિસ
  • ચૂંટણીલક્ષી લાભ માટેની યોજનાઓ આખરે સામાન્ય માણસ પર બોજ લાવે છે :અરજદાર

દિલ્હી : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતપોતાની સરકારોને બચાવવા માટે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ શ્રેણીબદ્ધ જાહેરાતો કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો રેવડી પ્રથાને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. જેને પગલે બંને રાજયના મુખ્યમંત્રીઓ દ્વારા ચૂંટણી પૂર્વે કરેલી આ જાહેરાતો સામે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે(6 ઓક્ટોબરે) અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારો, કેન્દ્ર અને ચૂંટણી પંચ(EC)ને નોટિસ પાઠવી છે. આ મામલાને રાજ્ય સરકારો દ્વારા થતી ફ્રી જાહેરાતો પર પહેલાથી પડેલી પેન્ડિંગ પેટીશન સાથે પણ જોડવામાં આવ્યો છે.

ચૂંટણી પૂર્વે મફતની રેવડીઓના વિતરણ પર સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી માંગ્યો જવાબ ? 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, મધ્ય પ્રદેશ સરકાર, રાજસ્થાન સરકાર અને ભારતના ચૂંટણી પંચને કરદાતાઓના ખર્ચ પર રોકડ અને અન્ય મફતની રેવડીઓના વિતરણ અંગેની PIL(અરજી) પર નોટિસ જારી કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને પોલ પેનલને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે. અરજદાર ભટ્ટુલાલ જૈને જણાવ્યું હતું કે, ચૂંટણીલક્ષી લાભ માટે બનાવવામાં આવતી યોજનાઓ આખરે સામાન્ય માણસ પર બોજ લાવે છે.

 

અહેવાલો મુજબ, પ્રધાનમંત્રી મોદીએ વારંવાર પોતાના ભાષણમાં ચૂંટણી દરમિયાન જાહેર કરવામાં આવતી રેવડી પ્રથાને સંબોધિત કરી છે અને જણાવ્યું છે કે, રેવડી પ્રથાથી દેશનું સારું થતું નથી. પરંતુ, બીજી બાજુ ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવી ઘણી જાહેરાતો કરવામાં આવે છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા લોકો માટે આવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં તેમને રોકડ આપવામાં આવશે. તેને ‘ફ્રીબિઝ’ પણ કહેવામાં આવે છે. તેની સામે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ચૂંટણી પહેલા તમામ પ્રકારના વચનો આપવામાં આવે છે. આના પર અરજદારના વકીલે કહ્યું કે આ માત્ર મુકદ્દમાનો મામલો નથી. આ કારણે નેટવર્થ નેગેટિવ થઈ રહ્યું છે.

કેસની સુનાવણી દરમિયાન શું થયું?

અરજદારના વકીલે કહ્યું કે, રાજસ્થાન સહિત બે રાજ્યો એવા છે જ્યાં મફતમાં રેવડીની જાહેરાતના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેના પર ચીફ જસ્ટિસે પૂછ્યું કે, તમે મધ્યપ્રદેશને લઈને ચિંતિત છો? સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે કહ્યું કે, જાહેર હિત શું છે અને શું નથી તે વચ્ચે રેખા દોરવાની જરૂર છે. સરકારને રોકડ આપવાની મંજૂરી આપવાથી વધુ ક્રૂર કંઈ નથી. આ બધું ચૂંટણીના બરાબર છ મહિના પહેલા શરૂ થાય છે. વકીલે કહ્યું કે, આખરે તો આ બોજ ટેક્સ ભરનાર જનતાએ ઉઠાવવો પડશે.

 

આ પણ જુઓ :કાશ્મીરમાં એક સૈન્ય અધિકારી દ્વારા આડેધડ ફાયરિંગમાં 5 જવાન ઘાયલ થયા

Back to top button