ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય રિઝર્વ બેંકે રેપોરેટ યથાવત રાખતાં ફુગાવો ઘટવાનો આશાવાદ

  • લોનધારકોને RBI તરફથી મોટી રાહત
  • લોન પર 6.50 % વ્યાજદર રહેશે યથાવત
  • RBIએ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નહીં

દિલ્હીRBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા શુક્રવારે(6 ઓક્ટોબરે) રેપોરેટની ત્રિમાસિક નીતિની જાહેરાત કરવામાં આવી. RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જણાવવામાં આવ્યું કે, RBI દ્વારા મોનેટરી પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી રેપો રેટમાં પણ કોઈ વધારો કે ઘટાડો થયો નથી. આથી વ્યાજદર 6.50 % પર સ્થિર રાખવામાં આવ્યો છે. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં વ્યાજદર 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારપછી અત્યારસુધીમાં તેમાં કોઈ ફેરફાર થયો નથી.

RBI ગવર્નર શક્તિકાન્ત દાસ દ્વારા શું જણાવવામાં આવ્યું ?

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “તમામ પરિબળોને ધ્યાનમાં લેતા, વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ 6.5% રહેવાનો અંદાજ છે. જ્યારે આગામી નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.6% પર રહેશે તેમજ RBIની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને 6.50% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. CPI ફુગાવો 2023-24 માટે 5.4% રહેવાનો અંદાજ છે.” જ્યારે RBIએ પોલિસી રેટમાં નીચી સ્થિતિ જાળવી રાખી છે જેથી ફુગાવો વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે, RBIની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, જે શુક્રવારે(6 ઓક્ટોબરે) સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં રેપો રેટ, મોંઘવારી, જીડીપી વૃદ્ધિ અને અન્ય આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શુક્રવારે આ બેઠક પૂરી થયા બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી.

શું છે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ ?

આપણે બેન્કમાંથી લોન લઈએ છીએ. તેના બદલામાં આપણે બેન્કને વ્યાજ ચૂકવીએ છીએ. એ જ રીતે બેન્કે પણ તેની જરૂરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જરૂર પડે છે. તેના માટે બેન્ક ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. બેન્ક આ લોન પર રિઝર્વ બેન્કને જે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટએ રેપોરેટ કરતાં વિપરિત હોય છે. બેન્કોની પાસે આખો દિવસ કામકાજ પછી અનેક વખત મોટી રકમ બાકી રહે છે. બેંક આ રકમ રિઝર્વ બેન્કમાં રાખી શકે છે, જેના પર તેમને વ્યાજ પણ મળે છે. જે દર પર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. રિઝર્વ બેન્કને લાગે કે બજારમાં રોકડ વધુ છે તો તે રિવર્સ રેપો રેટમાં વધારો કરી દે છે, જેથી બેંકો વધુ વ્યાજની કમાણી માટે તેમના નાણાં રિઝર્વ બેન્ક પાસે રાખવા પ્રોત્સાહિત થાય અને આ રીતે તેમની પાસે બજારમાં આપવા માટે નાણાં ઓછા બચે છે.

આ પણ જુઓ : વાયબ્રન્ટ સમિટ પહેલાં દિલ્હીમાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીનો બેઠકોનો દોર

Back to top button