ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વાયબ્રન્ટ સમિટ પહેલાં દિલ્હીમાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીનો બેઠકોનો દોર

  •  CM ભૂપેન્દ્ર પટેલની 13 અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો પ્રારંભ
  • જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે બેઠકોનું આયોજન 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવાર (6 ઓક્ટોબર) સવારે પ્રારંભ કર્યો છે. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમ મુખ્યમંત્રીને મળ્યાં હતાં અને ત્યારબાદ મુખ્યમંત્રી રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહાને મળ્યા હતા.

બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમ મુખ્યમંત્રીને મળ્યાં

સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમ-HDNEWS

વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મોટી એલ.ઇ.ડી. ઉત્પાદક તરીકે સિઓલ સેમિકન્ડક્ટરે નામના મેળવેલી છે. સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે તેની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે તેમ પણ જણાવ્યું હતું. માઇક્રોન જેવી સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિશ્વખ્યાત કંપનીએ તાજેતરમાં સાણંદ ખાતે પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું છે તેની પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ સંદર્ભમાં સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલીસી 2022-27 અન્વયેના પ્રોત્સાહનોની પણ વિસ્તૃત સમજ આપી હતી. મુખ્યમંત્રીએ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રેલવે બોર્ડના ચેરમેનની બેઠક 

રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહા-HDNEWS

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાયબ્રન્ટ સમિટની પૂર્વાર્ધ બેઠકમાં રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહા મળ્યા હતા. ગુજરાતમાં વિવિધ રેલ્વે પ્રોજેક્ટ જેવા કે ધોલેરા-ભીમનાથ, અમદાવાદ-ધોલેરા , હજીરા-સુરત, આબુ અંબાજી-તારંગા વગેરેમાં પ્રગતિ ડી પી આર અને ટેન્ડર સંદર્ભમાં ચર્ચા કરી હતી તેમજ રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા ઝડપી સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર સાથે જુદા-જુદા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ અને હાઇ સ્પીડ રેલ કોરિડોર અંગે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.

 

આ પણ જાણો : ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ કાયદો 9 ઑક્ટોબરથી લાગુ થશે

Back to top button