ટોપ ન્યૂઝનેશનલ

ફ્લાયઓવર પર દોડી રહેલા પાંચ યુવકોને કારે કચડ્યા, 2ના મોત, ત્રણની હાલત ગંભીર

Text To Speech

હરિયાણાના પલવલમાં એક મોટો રોડ અકસ્માત થયો.અહીં સવારે KGP ફ્લાયઓવરની બાજુમાં દોડી રહેલા પાંચ યુવકોને કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી છે. કારના ડ્રાઈવર વિશે કંઈ જાણવા મળ્યું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જયારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બધા છોકરાઓ એક જ ગામના

પોલીસે જણાવ્યું છે કે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેની શોધખોળ ચાલુ છે. મૃત્યુ પામેલા છોકરાઓ પેલક ગામના રહેવાસી છે. તે ગામના મિત્રો સાથે રોજ દોડવા જતો હતો ઘટનાને પગલે પેલક ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ગાઝિયાબાદમાં ફ્લાયઓવર પર એક અકસ્માતમાં ત્રણના મોત

આ પહેલા યુપીના ગાઝિયાબાદમાં બુધવારે મોડી રાત્રે બે બાઇક સવારોએ ફ્લાયઓવર પર એક સ્વીપરને ટક્કર મારી હતી. જેના કારણે ફ્લાયઓવર પરથી ત્રણેય નીચે પટકાયા હતા. પોલીસ બધાને હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં હાજર તબીબે બધાને મૃત જાહેર કર્યા હતા

 

 

Back to top button