ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતે તૈયાર કરી ડ્રોન-વિરોધી સિસ્ટમ, દુશ્મનના ડ્રોન સંચારને જામ કરવામાં મદદ મળશે

  • દિલ્હીમાં ભારતીય નૌકાદળનું સ્વાવલંબન 2023 પ્રદર્શન યોજાયું  
  • પ્રદર્શનમાં દ્રોણમ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમને પ્રદર્શિત કરવામાં આવી  

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ભારતીય નૌકાદળના સ્વાવલંબન 2023 પ્રદર્શનમાં દ્રોણમ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમને પ્રદર્શિત કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ આમાંથી 100 સિસ્ટમો માટે ઓર્ડર આપ્યા છે જે તેમના ગ્રાઉન્ડ સ્ટેશન સાથે ડ્રોન્સના સંચારને જામ કરે છે.

‘સ્વાવલંબન’ પ્રદર્શનમાં ભારતીય નૌકાદળના એડમિરલ વડા આર.હરિકુમારે ‘દ્રોનમ’ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમને પોતાના હાથમાં પકડી તેનો ડેમો લીધો હતો. આ ડ્રોન સિસ્ટમને સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ટેક્નોલોજી વિકાસ યોજના હેઠળ વિકસાવવામાં આવી છે.

 

પ્રદર્શનમાં ગુરુત્વ સિસ્ટમ્સના અક્ષય જૈને શું જણાવ્યું ?

બુધવારે યોજાયેલા આ પ્રદર્શનમાં ગુરુત્વ સિસ્ટમ્સના અક્ષય જૈને જણાવ્યું હતું કે, આ તોપોને ભારતીય વાયુસેના દ્વારા G20 સમિટમાં પણ તૈનાત કરવામાં આવી હતી. આ સંપૂર્ણપણે સ્વદેશી છે અને તેણે 2021માં ઇનોવેશન ફોર ડિફેન્સ ઍક્સિલન્સ (IDEX) સ્પર્ધા જીતી છે. ઉપરાંત, ભારત મંડપમ ખાતે ભારતીય નૌકાદળના સ્વાવલંબન 2023 પ્રદર્શનમાં ભારતીય નૌકાદળના આ 30 MM દારૂગોળાથી સજજ એન્ટિ-સ્વોર્મ ડ્રોનને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

શું છે આ ‘દ્રોનમ’ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમની ખાસિયત ?

આ ડ્રોનએ સેંકડો ડ્રોન સહિત દુશ્મનના સ્વોર્મ ડ્રોન દ્વારા થતા કોઈપણ હુમલાથી બચાવવા માટે તેના પોતાના યુદ્ધ જહાજો અથવા સંપત્તિની આસપાસ લોખંડની દિવાલ બાંધવામાં સક્ષમ છે. આ AK-630 ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ દ્વારા 30 MMનો દારૂગોળો વપરાય છે. આ સિસ્ટમને  પૂણેમાં સંરક્ષણ સંશોધન પ્રયોગશાળા સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે.

એન્ટિ સ્વોર્મ ડ્રોનથી જ્યારે બહુવિધ શેલ છોડવામાં આવશે ત્યારે તેમાંનો એક જ શેલ ફાટશે અને 300 સ્ટીલના દડાને વિખેરી નાખશે. જેનાથી હવામાં સ્ટીલની દિવાલ બનશે જે કોઈપણ હવાઈ અથવા ડ્રોન હુમલાથી સંપત્તિને સુરક્ષિત કરશે. જહાજ પર લગાવેલી AK 630 ગનમાંથી દારૂગોળો છોડવામાં આવશે. નેવી પ્રોક્સિમિટી ફ્યુઝ પર પણ કામ કરી રહી છે જે તેને વધુ ઘાતક બનાવે છે કારણ કે આ ટેક્નોલોજી સાથે તે ડ્રોનની નજીક ફૂટે છે.

 

આ પણ વાંચો :મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની ગૂગલી, મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત

Back to top button