અમદાવાદમાં 9 લોકોને મોતને ઘાટ પહોંચાડનાર તથ્ય પટેલની મુશ્કેલીઓ વધશે
- તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે ગંભીર કલમો દૂર કરવા અરજી કરી
- આઇપીસી કલમ-304 અને 308માંથી બિનતહોમત છોડી મૂકવા માટે માંગણી
- પ્રસ્તુત કેસમાં સાપરાધ મનુષ્યવધના ગુનાહિત તત્વો પ્રસ્થાપિત થતા નથી
અમદાવાદમાં 9 લોકોને મોતને ઘાટ પહોંચાડનાર તથ્ય પટેલની મુશ્કેલીઓ વધશે. જેમાં નવ લોકોને ઉડાવનાર તથ્ય પટેલની સાપરાધ કલમમાંથી બિનતહોમત છોડવા અરજી કરી છે. સરકારી વકીલે પુરાવાનું લિસ્ટ રજૂ કર્યું, આજે બંને અરજી પર સુનાવણી થશે. તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે ગંભીર કલમો દૂર કરવા અરજી કરી છે. રાજય સરકાર દ્વારા પોતાનો જવાબ રજૂ કરાય તેવી શકયતા છે.
આ પણ વાંચો: IASને ગુજરાતમાં આવી સેલ્ફીબાજી કરવી ભારે પડી
ગંભીર કલમોની જગ્યાએ સામાન્ય કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવા માટે અરજી
ઇસ્કોન બ્રિજ પર 142 કિલોમીટરથી વધુની બેફમ ઝડપે જેગુઆર કાર હંકારી એકસાથે નવ લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતારવાના કેસમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધનો કેસ આજથી અમદાવાદ ગ્રામ્યના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એમ.વ્યાસની કોર્ટમાં ઓપન થયો હતો. સરકાર પક્ષ દ્વારા કેસના મહત્ત્વના દસ્તાવેજી પુરાવાઓનું લીસ્ટ કોર્ટના રેકર્ડ પર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓ સામે કયા-કયા પુરાવા છે તેની માહિતી રજૂ કરી હતી. જયારે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે ગંભીર કલમોની જગ્યાએ સામાન્ય કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવા માટે અરજી કરી હતી. જેની સુનાવણી આજે હાથ ધરાશે.
આ પણ વાંચો: અમદાવાદ: સિંધુભવન રોડ પરના સ્પા કાંડ બાદ પોલીસની આબરૂના લીરેલીરા થયા
આઇપીસી કલમ-304 અને 308માંથી બિનતહોમત છોડી મૂકવા માટે માંગણી
બીજીબાજુ તથ્ય પટેલે આ કેસમાં તેને આઇપીસી કલમ-304 અને 308માંથી બિનતહોમત છોડી મૂકવા માટે માંગણી કરતી ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. જેમાં રાજય સરકાર દ્વારા આવતીકાલે પોતાનો જવાબ રજૂ કરાય તેવી શકયતા છે. તથ્ય પટેલ તરફ્થી કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવાયું હતું કે, અરજદાર વિરુધ્ધ લાગુ પાડવામાં આવેલી કલમ-304 અને 308ના ગુનાહિત તત્ત્વો સંતોષાતા નથી, તેથી તે લાગુ પડી શકે નહી. પ્રસ્તુત કેસમાં સાપરાધ મનુષ્યવધના ગુનાહિત તત્વો પ્રસ્થાપિત થતા ન હોઇ આરોપી સામે કલમ-304 અને 308ના બદલે આઇપીસીની કલમ-304(એ) હેઠળ ચાર્જ ફ્રેમ થવો જોઇએ. જયારે પ્રજ્ઞેશ પટેલે કલમ 504 (ધમકી) આપ્યાની કલમો સિવાયની કલમોમાંથી ડિસ્ચાર્જ કરવા માટે અરજી કરી છે.