હૈદરાબાદ: BJPની રાષ્ટ્રીય બેઠકમાં સીઆર પાટીલના આ કામની પ્રશંસા, પીએમ મોદીએ સમગ્ર દેશમાં લાગૂ કરવાની કહી વાત
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક હૈદારાબાદમાં ચાલી રહી છે. ત્યારે તેમાં અલગ અલગ રાજ્યોમાં ત્યાંની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની તેમજ ભાજપના પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના કામની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી. પાટીલે કોવિડ 19 અને શિક્ષકો, ખેડૂતો અને મહિલા તથા વિધવાઓ વગેરે સમાજના તમામ વર્ગો માટે ગુજરાત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કામ પર લેખાજોખા રજૂ કર્યા હતા.
ખાસ કરીને સ્થાનિક સ્વારજની ચૂંટણીમાં ‘વન ડે, વન ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ હતો. પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટીલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરવામા આવેલા કામોની સિદ્ધિઓ ગણાવી હતી, જે બાદ પીએમ મોદીએ આ પ્રોગ્રામને લોકો સાથે જોડાવા માટેની સારી રીત ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોગ્રામને સમગ્ર દેશમાં લાગૂ કરવો જોઈએ.
આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પેજ કમિટીની કામગીર પર પ્રકાશ પાડતાં પીએમ મોદીએ તેને લોકો સાથે જોડાવામાં કેપેબલ હતી. જો કે, આ ફક્ત એ લોકો સુધી જ મર્યાદિત હતી, જે પેજ કમિટીના સભ્યો હતા. વન ડે વન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ સંપૂર્ણ જિલ્લાને કવર કરવા તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવામાં મદદ થઈ હતી. આ પ્રોગ્રામ દ્વારા એક જિલ્લામાં લગભગ 8-10 પ્રોગ્રામ ચાલતા હતા. એટલું જ નહીં આ પ્રોગ્રામમાં કે રેલી ઓર્ગેનાઈઝ કરવા, નાની મોટી મીટિંગ્સ કરવી, ઈંટેલેક્ચુઅલ બેઠક કરવી, તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્કીમને લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને લોકોની ફરિયાદો દૂર કરવા માટે તમામ બેઠકો વગેરે સામેલ છે.
BJP National President Shri @JPNadda inaugurating the National Executive Meeting at HICC Hyderabad. #BJPNECInTelangana pic.twitter.com/JorfBIMIwA
— BJP (@BJP4India) July 2, 2022
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની પહેલ અંગે જાણકારી આપતાં તેના ચોતરફા વખાણ થયા હતા. અગાઉ પણ વડાપ્રધાન મોદીએ આ કોન્સેપ્ટને લોકો સાથે જોડાવા માટેની સારી રીત ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ પ્રોગ્રામને ભાજપે સમગ્ર દેશમાં લાગૂ કરવો જોઈએ.
ફરી એક વખત ચર્ચામાં આવેલી ભાજપની કેપની પણ ચર્ચા થઈ હતી. જે સુરતમાં બનાવવામાં આવી છે. આ કેપની ડિઝાઈન અને તેની પસંદગીનું કામ સીઆર પાટીલના માર્ગદર્શન હેઠળ અંતિમ ડીઝાઇનને મંજુર કરવામાં આવી હતી. આ નવી ડિઝાઇનની કેપમાં આકર્ષક ફેશનેબલ રીતે બનાવવામાં આવી છે. જેને આગળ પણ ઉપયોગમાં લેવા અંગે વિચારણા છે.