ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાત

ગુજરાતની રિન્યૂએબલ એનર્જી પૉલિસી-2023 જાહેર

  •        રાજ્યની અંદાજિત ૩૬ GW (ગીગાવોટ) સોલર અને ૧૪૩ GW (ગીગાવોટ) વિન્ડ ક્ષમતાનો ઉપયોગ કરાશે
  •        ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં સમગ્ર વીજ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જી દ્વારા પ્રાપ્ત કરવાની નેમ
  •        આ નવીન પૉલિસીના કારણે અંદાજે પાંચ લાખ કરોડ રૂપિયાના રોકાણોની સંભાવના
  •        ગુજરાત ઊર્જા  વિકાસ એજન્સી (GEDA) નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે

ગાંધીનગરઃ  ગ્રીન ગ્રોથના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે એક નક્કર કદમ ઉઠાવીને રિન્યૂએબલ એનર્જી પૉલિસી – ૨૦૨૩ની જાહેરાત કરી છે.

આ પૉલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યૂએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પૉલિસી છે.

આર.ઈ.ના ટૂંકા નામે ઓળખાતી આ પૉલિસી અંતર્ગત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્‍ડ અને વિન્‍ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રીએ જાહેર કરેલી આ પૉલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પૉલિસી જાહેર થતાં સુધીનો અથવા ૨૦૨૮ સુધીનો રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ હરિત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ ઉત્તરોત્તર વધારીને ભારતને વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ લક્ષ્યાંકની સાથે ટૂંકા ગાળાના લક્ષ્યાંકો પણ નક્કી કરાયાં છે. જેમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત રિન્યૂએબલ એનર્જીની ક્ષમતા ૫૦૦ ગીગાવોટ સુધી વધારીને  દેશની કુલ ઊર્જા જરૂરિયાતના ૫૦ ટકા રિન્યૂએબલ એનર્જીમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ગુજરાત રિન્યૂએબલ ઊર્જા પૉલિસી-HDNews
ગુજરાત રિન્યૂએબલ ઊર્જા પૉલિસી2

આ માટે રાજ્યની સંભવિત રિન્યૂએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે તેમજ અંદાજે ૪ લાખ એકર જમીનનો ઉપયોગ આ પૉલિસી હેઠળ આવનારા પ્રોજેક્ટસમાં થવાની સંભાવના રાખવામાં આવી છે. ગુજરાતની રિન્યૂએબલ એનર્જી પૉલિસી – ૨૦૨૩ના પરિણામે પાંચ લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે.

આજે ચાર ઑક્ટોબરે જાહેર કરવામાં આવેલી આ પૉલિસી હેઠળના લાભ પ્રોજેક્ટ કમિશનીંગ તારીખથી ૨૫ વર્ષના અથવા રિન્યૂએબલ પ્રોજેક્ટસના લાઈફ ટાઈમ સમયગાળા પૈકી જે વહેલું હોય તે માટે લાગુ થશે.

આ પૉલિસી અન્વયે પ્રોજેક્ટની નોંધણી, માન્યતા, કમિશનીંગ પ્રમાણપત્ર અને માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી – GEDA કાર્યવાહી કરશે. તેમજ પૉલિસીના અમલીકરણ, સંકલન અને દેખરેખ એજન્સી તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNL કામગીરી હાથ ધરશે.

ગુજરાત રિન્યૂએબલ એનર્જી પૉલિસી – ૨૦૨૩ની મુખ્ય આકર્ષક બાબતો અને જોગવાઈઓ આ મુજબ છે –

       કન્ઝ્યુમરની કોન્ટ્રાકટ ડિમાન્ડના સંદર્ભમાં RE પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે કેપેસીટી પર કોઈ નિયંત્રણો નથી.

       કન્ઝ્યુમરના વપરાશ સામે RE પાવર સેટલમેન્ટ, બિલિંગ સાયકલના આધારે હાથ ધરવામાં આવશે.

       ગ્રીન પાવર સપ્લાય – ગુજરાત વીજ નિયમન પંચ-GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત ગ્રીન પાવર સપ્લાય ટેરિફ પર ગ્રાહકની વિનંતી પર 100% RE ઊર્જા સપ્લાય.

       રૂફટોપ પ્રોજેક્ટ્સ માટે નેટ મીટરિંગ અથવા ગ્રોસ મીટરિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે.

       નાના પાયે રૂફટોપ વિન્ડ પ્રોજેક્ટ્સ કન્ઝ્યુમર દ્વારા સ્થાપિત કરી શકશે.

       ઓફશોર વિન્‍ડના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.

       પૉલિસી વિન્‍ડ ટર્બાઈન જનરેટર-WTG ઉત્પાદકો અને RE ડેવલપર્સને પ્રોટોટાઇપ WTGs ઇન્સ્ટોલ કરવા માટે સુવિધા આપશે.

       વિન્ડ ટર્બાઇન જનરેટરના રિપાવરિંગને પ્રોત્સાહન આપશે એટલે કે જૂના, નાના કદના અને બિનકાર્યક્ષમ વિન્ડ ટર્બાઈનને પુનઃ ઊર્જાવાન કરવા અને મોટા તથા વધુ કાર્યક્ષમ ટર્બાઈન સાથે બદલવા માટે મંજૂરી આપવામાં આવશે. રિપાવરિંગ માટે કેપેસિટી વધારાની કોઈ લિમિટ નથી.

       હાલના સ્થાપિત વિન્ડ પાવર પ્લાન્ટને અથવા બાંધકામ હેઠળના સ્ટેન્ડઅલોન વિન્ડ અથવા સોલાર પાવર પ્લાન્ટને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાની સુવિધા આ પૉલિસી અંતર્ગત મળશે.

       રહેણાંક ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌર ઊર્જા પર કોઈ બેંકિંગ શુલ્ક લાગુ થશે નહીં, જ્યારે અન્ય ગ્રાહકો માટે GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત બેંકિંગ શુલ્ક લાગુ પડશે.

       આ પૉલિસી જે RE પાર્કને પ્રોત્સાહન આપે છે તેમાં સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અને હાઇબ્રિડ પાર્કનો સમાવેશ થાય છે.

       નહેરો, નદીઓ પર ફ્લોટિંગ સૌર પ્રોજેક્ટ વિકસાવી શકાશે.

       કેપ્ટિવ પાવર પ્રોજેક્ટ પર ક્રોસ-સબસિડી સરચાર્જ અને વધારાનો સરચાર્જ લાગુ થશે નહીં.

       ડિસ્કોમ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલ RE પ્રોજેક્ટ્સમાંથી પાવર મેળવવા માટે કરાર કરશે.

       4 મેગાવોટ સુધીના સૌર પ્રોજેક્ટમાંથી ડિસ્કોમ અગાઉના 6 મહિનામાં સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ કરાર કરાયેલ ટેરિફની સિમ્પલ એવરેજ ટેરિફ + રૂ.0.20 પ્રતિ kWh ટેરિફ પર વીજળી મેળવી શકે છે અને 10 મેગાવોટ સુધીના વિન્ડ પ્રોજેક્ટને સિમ્પલ એવરેજ ટેરિફ પર મેળવી શકે છે.

       ISTS કનેક્ટેડ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની બહાર પાવર નિકાસ કરી શકાશે.

       ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત સિંગલ વેબ પોર્ટલ રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સોલાર ઊર્જાની ક્ષમતા જાણો કેટલા મેગાવોટે પહોંચી

Back to top button