ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ લગાવવાની મુદતમાં એક માસનો વધારો કરાયો

Text To Speech

રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’- VTD લગાવવાની મુદ્દતમા વધારો કરવામાં આવ્યો છે, જે તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩ સુધી કરી શકાશે.

રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળયેલા તમામ વાહનોની નોંધણી કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’-VTD લગાવાનું ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એન્ડ-યુઝર રજિસ્ટ્રેશન અંતર્ગત ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’ લગાવવાની કામગીરી ૬૦ દિવસમાં એટલે કે તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ આ અંગે વિવિધ એશોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમા રાખીને VTD લગાવવાની મુદ્દતમા વધારો કરવામાં આવ્યો છે ,જે  તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩ સુધીની કરવામાં આવી છે તેમ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરશ્રી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો : ગુજરાતના ચાર IASનો પ્રવાસ બદલાયો, વાઇબ્રન્ટ અંગે વિદેશગમન બાબતે કરાયો ફેરફાર

Back to top button