ધોનીની નવી હેરસ્ટાઇલે ઇન્ટરનેટ પર લગાવી આગ, બોલિવુડ સેલિબ્સે પણ વખાણી
- સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમે ધોનીના નવા લુકને ઇન્ટરનેટ પર વાઇરલ કર્યો છે. આલિમે ઇન્સ્ટાગ્રામ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તસવીરો વાઇરલ થયા બાદ હેર સ્ટાઇલિસ્ટે ફરી ઘણી તસવીરો પોસ્ટ કરી
મહેન્દ્રસિંહ ધોની માત્ર ભારતમાં નહીં, પરંતુ દુનિયાભરમાં સૌથી ફેમસ ક્રિકેટર્સમાંથી એક છે. તાજેતરમાં કેપ્ટન કૂલની નવી હેરસ્ટાઇલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. દરેક વ્યક્તિ માહીના નવા લુકના વખાણ કરી રહ્યા છે. ધોનીના ફેન્સ તેની તસવીરોને શેર કરી રહ્યા છે.
સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમે ધોનીના નવા લુકને ઇન્ટરનેટ પર વાઇરલ કર્યો છે. આલિમે ઇન્સ્ટાગ્રામ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તસવીરો વાઇરલ થયા બાદ હેર સ્ટાઇલિસ્ટે ફરી ઘણી તસવીરો પોસ્ટ કરી અને લખ્યુ છે કે આપણા મહેન્દ્ર સિંહ ધોનીની હેરસ્ટાઇલને આટલો પ્રેમ અને પ્રશંસા આપવા માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. તેનો સંપુર્ણ શ્રેય માહી ભાઇને જાય છે. આ તેમનો ઓરા છે, જે કોઇ પણ સ્ટાઇલને સંપુર્ણ જોશ સાથે રજુ કરે છે. ધોનીએ નવા લુકને સ્વેગ સાથે અપનાવ્યો છે. માહીની તસવીરોને ફેન્સ અને જાણીતી હસ્તીઓનો પણ ઘણો પ્રેમ મળ્યો છે. માહીની તસવીરને અમિતાભ બચ્ચન, બોબી દેઓલ, અભિષેક બચ્ચને લાઇક કરી છે. રણવીર સિંહે હાર્ટ વાળા ઇમોજી સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. અનિલ કપૂરે કોમેન્ટ કરતા લખ્યુ છે કે આલિમ, તે ખૂબ સારો દેખાય છે. ગ્રેટ હેર કટ. aalim touch
View this post on Instagram
માહીના એક ફેને લખ્યુ છે કે આ માત્ર વાળ કપાવવાની વાત છે અને તે પહેલેથી ધૂમ મચાવે છે. તેમના માટેની દિવાનગી બેજોડ છે. એક અન્ય ફેને લખ્યુ છે, હોટેસ્ટ ઘોની અમારા કિંગ
2007 બાદ માહીએ બદલી હતી હેરસ્ટાઇલ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં આઇસીસી ટી 20 વર્લ્ડ કપ જીત્યા બાદ ધોનીએ પોતાની હેર સ્ટાઇલ બદલી હતી. હવે તે એક વાર ફરી લાંબા વાળમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ સ્વદેશની અભિનેત્રી ગાયત્રી જોષી અને તેના પતિને અકસ્માત નડ્યો