નવરાત્રિમાં હાથી પર સવાર થઇને આવશે માં દુર્ગાઃ કેવું રહેશે આગામી વર્ષ?
- આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે
- જ્યોતિષીઓ તેને ખૂબ જ શુભ ગણાવી રહ્યા છે
- નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઇને 23 ઓક્ટોબર સુધી ચાલશે
Navratri 2023: નવરાત્રિનો પ્રારંભ 15 ઓક્ટોબરથી થઇ રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ. આસોમાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રિ કહેવાય છે. આસો મહિનાની નવરાત્રિ લોકો માટે પણ ખાસ હોય છે, કેમકે આ દિવસોમાં ગરબાનું આયોજન થતુ હોય છે.
નવરાત્રિના નવ દિવસ માં દુર્ગાના મા નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શારદીય નવરાત્રી વિજયાદશમીના દિવસે સમાપ્ત થાય છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે. જ્યોતિષીઓ તેને ખૂબ જ શુભ ગણાવી રહ્યા છે. માં દુર્ગા જ્યારે હાથી પર સવાર થઇને આવશે ત્યારે આગામી એક વર્ષમાં દેશ અને દુનિયા પર તેની શું અસર પડશે?
हाथी पर माता का आगमन, जानें प्रभाव
शशिसूर्ये गजारूढ़ा शनिभौमे तुरंगमे।
गुरौ शुक्रे च दोलायां बुधे नौका प्रकीर्त्तिता
દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પ્રથમ નવરાત્રિ સોમવાર કે રવિવારે આવે છે ત્યારે માં દુર્ગાનું વાહન હાથી હોય છે. આ વખતે રવિવારથી નવરાત્રિ શરૂ થાય છે, તેથી માતા હાથી પર સવારી કરીને આવશે. ભલે માતાનું વાહન સિંહ છે, પરંતુ જ્યારે પણ માતા પૃથ્વી પર આવે છે ત્યારે તે અલગ-અલગ વાહનોમાં આવે છે. દેવી માતાના આ વાહનોનું આગમન અને તેના પરિણામો વિશે દેવી ભાગવત પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. દેવી ભાગવત અનુસાર હાથી પર માંનું આગમન ખૂબ જ શુભ રહેશે. જ્યારે પણ મા હાથી પર સવાર થઈને આવે છે, ત્યારે તે પોતાની સાથે ઘણી બધી ખુશીઓ, જ્ઞાન અને સમૃદ્ધિ લઈને આવે છે.
અનાજના ભંડારો ભરાશે અને સારો વરસાદ થશે
જ્યારે પણ માતા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે દેશમાં ધનમાં વધારો થાય છે. આ સાથે અનાજના ભંડારો ભરાઇ જાય છે. દેશમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. હાથી પર સવારી કરીને માતાનું આવવું એ સંકેત છે કે આગામી એક વર્ષમાં વરસાદ ખૂબ સારો થવાનો છે. નવરાત્રિ 23 ઓક્ટોબરે સમાપ્ત થશે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં જી-20 માટે મૂકવામાં આવેલા સેંકડો સુશોભન પ્લાન્ટના કુંડા ચોરાયા