હાથમાં પિસ્તોલ લઈને પૌત્રીની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા JDU ધારાસભ્ય
- ગોપાલપુરના JDUના ધારાસભ્ય પોતાની પૌત્રીની સારવાર કરાવવા હોસ્પિટલમાં પિસ્તોલ સાથે જોવા મળ્યા. હાથમાં રિવોલ્વર જોઈને લોકો ડરી ગયા.
બિહાર: બિહારના ગોપાલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ પોતાના નિવેદનો અને કાર્યોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ વખતે ધારાસભ્ય પોતાના હથિયારનું પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. JDU ધારાસભ્ય ગોપાલ મંડલ તેમની પૌત્રી અવનીનું સીટી સ્કેન કરાવવા માયાગંજની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે તેઓ હાથમાં પિસ્તોલ લઈને હોસ્પિટલમાં દાખલ થયા હતા. સુરક્ષાકર્મીઓ પણ તેમની સાથે હતા. આ દરમિયાન ધારાસભ્યના હાથમાં રિવોલ્વર જોઈને લોકો ડરી ગયા હતા. હોસ્પિટલનું કામ પતતા તેઓ સિક્યોરિટી ગાર્ડ સાથે હાથમાં પિસ્તોલ લઈને ત્યાંથી પાછા ફર્યા હતા.
VIDEO | Janata Dal-United MLA Gopal Mandal was seen walking with a revolver in his hand inside a hospital in Bhagalpur, Bihar. pic.twitter.com/3cAvvidAln
— Press Trust of India (@PTI_News) October 4, 2023
ધારાસભ્યને આ મામલે પુછ્યું તો આપ્યો વિચીત્ર જવાબ
ધારાસભ્યને હોસ્પિટલમાં પિસ્તોલ લઈને આવવાનું કારણ પુછ્યું તો તેણે કહ્યું કે મારા ઘણા રાજકીય દુશ્મનો છે જેથી મારે હથિયાર સાથે રાખવું પડે છે, અને આ હથિયારનું મારી પાસે લાઇસન્સ પણ છે. તેમણે કહ્યું કે પહેલા બદમાશોનો ખતરો હતો, જ્યારથી સાંસદ બનવાની તૈયારી કરી રહ્યો છું ત્યારથી નેતાઓ તરફથી ધમકીઓ મળી રહી છે, ઘણા રાજકીય લોકો તેમના દુશ્મન બની ગયા હોવાથી હથિયાર સાથે રાખવું પડે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં જી-20 માટે મૂકવામાં આવેલા સેંકડો સુશોભન પ્લાન્ટના કુંડા ચોરાયા