અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતમનોરંજનવિશેષ

વિરાટ કોહલીએ આવી સોશિયલ મીડિયા પોસ્ટ કેમ કરવી પડી?

  • “ટૂર્નામેન્ટ દરમિયાન મને ટિકિટ માટે વિનંતી ન કરો” – વિરાટ કોહલી

હમ દેખેગે ન્યૂઝ ડેસ્ક: ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ આજે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સૌને આશ્ચર્ય આપ્યું હતું. તેની આ પોસ્ટથી વિશ્વભરમાં ક્રિકેટ ચાહકોને રમૂજ પણ થઈ હતી અને એક ક્રિકેટર તરીકે તેની મજબૂરી લોકોની ચર્ચાનો વિષય પણ બન્યો હતો.

વાત એમ છે કે, વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે ત્યારે એ જોવા માટે ટિકિટની વ્યવસ્થા કરવા માટે અનેક લોકો વગદાર લોકોની મદદ માગતા હોય છે. કોહલીના ચાહકોએ પણ તેની મદદ માગી હશે અને તેથી તેણે તેના ઈન્સ્ટા એકાઉન્ટ ઉપર મજાક કરતી, પરંતુ હકીકતે ગંભીર વાત લખી કે, મિત્રો મારી પાસે ટિકિટ ન માગશો, એના બદલે ઘરે બેસીને મેચ જોશો તો ચાલશે.

વર્લ્ડ કપ 2023નો 5 ઓક્ટોબરથી ભારતમાં પ્રારંભ થશે. જેની પહેલી મેચ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આ વખતે અમદાવાદીઓ માટે બે તહેવાર એક સાથે છે નવરાત્રી તેમજ વર્લ્ડ કપ જેના માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે . મેચની ટિકિટને લઈને અવારનવાર ફેન્સ અને સગા સંબંધીઓ ક્રિકેટરો અથવા તો દોસ્તો પાસે ટિકિટની માંગ કરતા હોય છે, ત્યારે ફેન્સની માંગથી પરેશાન થઈ ગયેલા વિરાટ કોહલીએ આજ રોજ સવારે પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર સ્ટોરી નાખી ફેન્સને વિનંતી કરી

“As we approach the World Cup, I would humbly like to let all my friends know to not request me for tickets at all through the tournament. Enjoy from your homes pls”

વિરાટ કોહલીએ કરી વિનંતી-humdekhengenews
વિરાટ કોહલીએ કરી વિનંતી-humdekhengenews

ફેન્સની માંગોથી થયા વિરાટ કોહલી પરેશાન

વિરાટ કોહલી દેશભર લોકપ્રિય છે ત્યારે હાલ જ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લોકોને એક મેસેજ આપ્યો છે, “જેમ જેમ આપણે વર્લ્ડ કપ નજીક આવી રહ્યા છીએ, હું નમ્રતાપૂર્વક મારા તમામ મિત્રોને જણાવવા માંગુ છું કે ટૂર્નામેન્ટ દરમિયાન મને ટિકિટ માટે વિનંતી ન કરો. કૃપા કરીને તમારા ઘરેથી આનંદ લો”. વિરાટ કોહલી કયારેક ટેટૂ, તો ક્યારેક વિવાદને લઈ તો ક્યારેક કપલ ગોલ માટે ચર્ચામાં રહે છે, કોહલી ફરી એક વાર સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટના લીધે ચર્ચાનું કારણ બની રહ્યા છે જે ખુબ વાયરલ થઈ રહી છે.

ભારત 14 ઓક્ટોબરે અમદાવાદના સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાશે

મહત્ત્વપૂર્ણ છે કે ભારત પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઇમાં મેચ રમીને કરશે પણ દર્શકોની નજર અમદાવાદના સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન પર રહેશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ

match schedule ahmedabad stadium-humdekhengenews
match schedule ahmedabad stadium-humdekhengenews

અમદાવાદ, ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચો માટે, ટિકિટોનું વેચાણ 3જી સપ્ટેમ્બર, 2023થી શરૂ થઈ ગયું છે, ICCના સત્તાવાર પોર્ટલ દ્વારા ટિકિટો ખરીદી શકાશે

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટિકિટની કિંમત અને બુકિંગ

seat prize-humdekhengenews
seat prize-humdekhengenews

જો તમે પણ વર્લ્ડ કપની ટિકિટ ખરીદવા માંગતા હો, તો આ છે પ્રોસેસ

ICC વન ડે વર્લ્ડકપની ટિકિટ ICCની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ખરીદી શકો છો, જેના માટે તમારે https://www.cricketworldcup.com/register પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી રહેશે તેમજ બુક માય શો સાથે પાર્ટનરશિપ કરી પણ ટિકિટ બૂક કરવી શકો છો.

  • BookMyShowના ઓફિશિયલ પેજ પર જાવો. અથવા તમે આઇસીસી વર્લ્ડકપની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ શકો છો.
  • તમારૂ શહેર પસંદ કરો જ્યાં તમે મેચ જોવા માંગો છો અથવા પછી પોતાની પસંદગીની ટીમ પસંદ કરો.
  • તે બાદ, મેચની પસંદગી કરો જેને તમે જોવા માંગો છો.
  • બુક વિકલ્પ પર ક્લિક કરો
  • જો તમારી પાસે ખાતુ છે તો સીધા બુકિંગ પેજ પર ડિટેલ જોવા મળશે.
  • જો તમારી પાસે કોઇ ખાતુ નથી તો તમારે એક ખાતુ બનાવવું પડશે.
  • સિલેક્ટ કરો કે તમારે કેટલી સીટ જોઇએ અને તમારી પસંદગીની સીટ પસંદ કરો.
  • ચુકવણી કરતા જ તમારી ટિકિટ બુક થઇ જશે.

આ પણ વાંચો :ICC World Cup 2023: વર્લ્ડ ચેમ્પિયન બનવાનો સૌથી મોટો દાવેદાર કોણ છે?

Back to top button