ગુજરાત

ગુજરાતના ચાર IASનો પ્રવાસ બદલાયો, વાઇબ્રન્ટ અંગે વિદેશગમન બાબતે કરાયો ફેરફાર

Text To Speech
  • 6 પૈકી 2 અધિકારીઓના કાર્યક્રમ યથાવત્ રાખ્યા
  • હવે આખા યુએસએનો પ્રવાસ જે.પી. ગુપ્તા ખેડશે
  • ઑક્ટોબરના અંત સુધીમાં વિદેશ પ્રવાસે ડેલિગેશન સાથે જશે

ગુજરાતના ચાર IASનો પ્રવાસ બદલાયો છે. જેમાં વાઇબ્રન્ટ અંગે વિદેશગમન બાબતે ફેરફાર કરાયો છે. ત્યારે વાઇબ્રન્ટ અંગે વિદેશ જનારા ચાર IASનો પ્રવાસ બદલાયો છે. જે.પી. ગુપ્તા હવે આખા USનો પ્રવાસ ખેડશે. તથા અશ્વિનીકુમાર હવે દક્ષિણ કોરિયા, વિયેતનામ જશે. તેમજ તાઇવાનના પ્રવાસે કોઈને નહીં મોકલવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: આતંકી શાહનવાઝે ગુજરાતના આ શહેરોમાં IED વિસ્ફોટ કરવાનો બનાવ્યો હતો ખતરનાક પ્લાન 

6 પૈકી 2 અધિકારીઓના કાર્યક્રમ યથાવત્ રાખ્યા

ગુજરાત સરકારે જાન્યુઆરીમાં યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર-પ્રસાર અર્થે વિદેશ જનારા 6 પૈકી 2 અધિકારીઓના કાર્યક્રમ યથાવત્ રાખી 4 અધિકારીઓના પ્રવાસમાં ફેરફાર કર્યા છે. અગાઉ અમેરિકાના બે ભાગ કરી પશ્ચિમ અમેરિકામાં નાણાવિભાગના અધિક મુખ્ય સચિવ જગદીશ પ્રસાદ ગુપ્તાને તથા પૂર્વ અમેરિકામાં પ્રવાસન સચિવ હારિત શુકલને મોકલવાનું આયોજન હતું, પણ હવે આખા યુએસએનો પ્રવાસ જે.પી. ગુપ્તા ખેડશે, જ્યારે અગાઉ સોંપાયેલા યુનાઇટેડ આરબ અમિરાતનો પ્રવાસ હવે ફ્રાન્સ સાથે હારિત શુકલા કરશે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર અગાઉ એક માત્ર જાપાન ખાતે જવાના હતા, હવે જાપાનને બદલે તેઓ સાઉથ કોરિયા તથા વિયેતનામનો પ્રવાસ ખેડશે. જ્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સચિવ વિજય નેહરા હવે તાઇવાન, સાઉથ કોરિયા અને વિયેતનામને બદલે એક માત્ર જાપાનની મુલાકાત લેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સતત હૃદય રોગના હુમલાની ઘટના વધી, આ શહેરમાં એક દિવસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા

ઑક્ટોબરના અંત સુધીમાં વિદેશ પ્રવાસે ડેલિગેશન સાથે જશે

બે અધિકારીઓ-શ્રમ-રોજગાર- કૌશલ્ય વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તથા જીઆઇડીસીના ઉપાધ્યક્ષ-એમડી રાહુલ ગુપ્તાનો પ્રવાસ કાર્યક્રમ યથાવત્ રખાયો છે, તેઓ અનુક્રમે સિંગાપોર-ઓસ્ટ્રેલિયા તથા જર્મની-ડેન્માર્ક-ઇટાલી જવાના છે. આ તમામ 6 અધિકારીઓ મોટાભાગે ઑક્ટોબરના અંત સુધીમાં વિદેશ પ્રવાસે ડેલિગેશન સાથે જશે. તાઇવાનના પ્રવાસે કોઈને નહીં મોકલવાનો નિર્ણય લેવાયો છે.

Back to top button