ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચી ગયો દેકારો

ભારત સરકાર દ્વારા નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ પછી વિશ્વના ઘણા દેશોની મુશ્કેલીઓ વધી છે. અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો પછી મલેશિયા પણ ચોખાના ઓછા પુરવઠા અને વધેલા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. મલેશિયા સરકારે ભારત સરકારને આ પ્રતિબંધ હટાવવાની અપીલ કરી છે. સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે, કેન્દ્રની મોદી સરકારે જુલાઈ 2023 માં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે. આવી સ્થિતિમાં, વૈશ્વિક ચોખા બજારને અસર થઈ છે અને ઘણા દેશો વધતી કિંમતો અને ચોખાના ઓછા પુરવઠા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

મલેશિયામાં દુકાનોની બહાર લાંબી કતારો

મલેશિયા તેના કુલ ચોખાના વપરાશના 38 ટકા જેટલી આયાત કરે છે. પરંતુ ભારત દ્વારા ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ મલેશિયા ચોખાની અછતનો સામનો કરી રહ્યું છે. ચોખા ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં ચોખાના પેકેટો નથી. લોકોમાં ચોખા ખરીદવાની હરીફાઈ ચાલી રહી છે.

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રીની અપીલ

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાગરિકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા કહ્યું કે દેશમાં પૂરતા પ્રમાણમાં ચોખા છે. આવી સ્થિતિમાં લોકોને ગભરાટમાં ચોખા ન ખરીદવા વિનંતી કરવામાં આવી છે. આયાતી ચોખાના ભાવમાં વધારાને કારણે ઊભી થતી પુરવઠાની સમસ્યાનો સામનો કરવા માટે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ વધારશે.

આયાતી ચોખાના ભાવો વધ્યા

મલેશિયાના મંત્રીનું કહેવું છે કે દેશમાં ચોખાની કોઈ અછત નથી, પરંતુ આયાતી ચોખાના ભાવમાં ભારે વધારાને કારણે ગ્રાહકો સસ્તા ચોખા માટે સ્થાનિક અનાજ તરફ દોડી રહ્યા છે. જેના કારણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આના ઉકેલ માટે યોગ્ય પગલાં લઈ રહી છે. મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુનું કહેવું છે કે સ્થાનિક ચોખાની કિંમત 2.60 રિંગિટ પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે. આ સૌથી સસ્તો ચોખા છે. આવી સ્થિતિમાં, જ્યારે આયાતી ચોખાના ભાવમાં અચાનક 36 ટકાનો વધારો થયો, ત્યારે ઘણા ગ્રાહકોએ આયાતી ચોખામાંથી સ્થાનિક ચોખા તરફ સ્વિચ કરવું પડ્યું.

Back to top button