ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી-એનસીઆરમાં ધ્રૂજી ધરતી, અનુભવાયા ભૂકંપના ઉગ્ર આંચકા

Text To Speech
  • આજે મંગળવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.

દિલ્હી-એનસીઆર: આજે મંગળવારે (3 ઓક્ટોબર) ના રોજ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોધાઈ હતી.

 

અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 5 કિમી હતી.

નેપાળમાં અલગ-અલગ સમયે ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા

ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી ત્યાં જુદા જુદા સમયે ત્રણ વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં બપોરે 2.25 કલાકે 4.6ની તીવ્રતાના ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. બીજો આંચકો 6.2ની તીવ્રતાનો હતો જે બપોરે 2.51 કલાકે અનુભવાયો હતો. ત્યારે ત્રીજો આંચકો બપોરે 3.06 કલાકે 3.6 ની તીવ્રતાનો અનુભવાયો હતો.

આ પણ વાંચો: દિલ્હી : ISISના આતંકવાદીઓની તપાસમાં થયાં ચોંકાવનારા ખુલાસાઓ

Back to top button