ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી : ISISના આતંકવાદીઓની તપાસમાં થયાં ચોંકાવનારા ખુલાસાઓ

  • અમદાવાદ-સુરત-વડોદરા અને ગાંધીનગરમાં કરવાના હતા IED બ્લાસ્ટ
  • આતંકવાદી શાહનવાઝ સહીત ત્રણેય આતંકીઓએ કર્યું હતું એન્જિનિયરિંગ

દિલ્હીમાં સોમવારે(2 ઓક્ટોબરે) પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ સહીત ત્રણની ધરપકડ કરી હતી. આ ત્રણેય આતંકવાદીની મંગળવારે(3 ઓક્ટોબરે) પૂછપરછ કરતા મોટા ખુલાસા થયાં હતા. જેમાં તેઓ ગુજરાતના ચાર મોટા શહેરો 26/11 જેવા મોટા હુમલાની ફિરાકમાં હતા. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં IED બ્લાસ્ટ કરવાના હતા.

ગુજરાતના 4 મોટા શહેરો આતંકવાદીઓના નિશાના પર હતા !

સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા પકડવામાં આવેલા ત્રણ આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જેમાં ISISનું ગુજરાતના 4 મોટા શહેરોમાં 26/11 જેવા મોટા બ્લાસ્ટનું કાવતરું રહેલું હતું. જેમાં આ આતંકવાદીઓ કેટલાય દિવસોથી વિવિધ સ્થળે રેકી કરી હતી. તેમજ અયોધ્યામાં રામ મંદિર, મુંબઈનું ચાબડ હાઉસ અને દેશના મોટા નેતાઓ અને ગુજરાત સહિત દેશના 18 સ્થળો નિશાન પર હતા.

આ માટે આતંકવાદીઓએ ગુજરાતમાં સુરત, વડોદરા અને ગાંધીનગરના મંદિરો, રાજ્યના ભીડભાડવાળા વિસ્તારો સહિતની જગ્યાઓ પર રેકી કરી હતી. આ આતંકવાદીઓને સરહદ પરથી બોમ્બ બ્લાસ્ટ કરીને તબાહી કરવાની સૂચનાઓ હતી. ISના આ પુણે મોડ્યુલમાં યુવાનોની ભરતી કરવામાં આવી રહી હતી અને તેમને વિસ્ફોટકો તૈયાર કરવા અને બ્લાસ્ટ કરવાની તાલીમ આપવામાં આવી રહી હતી.

 

આતંકવાદીઓને ચોક્કસ દિવસે આતંકવાદી હુમલો કરવાનો હતો. હુમલો કરે તે પહેલા જ ISISના આતંકી મોહમ્મદ શાહનવાઝની દિલ્હીથી, રિઝવાનની લખનૌથી અને અરશદની યુપીના મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આતંકવાદીઓએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

 

સ્પેશિયલ સેલના સીપીએ શું કહ્યું ?

દિલ્હીમાં સ્પેશિયલ સેલના સીપી એચજીએસ ધાલીવાલે જણાવ્યું કે, આતંકી મોહમ્મદ શાહનવાઝના ઠેકાણામાંથી IED બનાવવાની સામગ્રી, પિસ્તોલ અને તેના કારતૂસ, બોમ્બ બનાવવાની સામગ્રી, ઘણા દસ્તાવેજો વગેરે મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓ 26/11 કરતા વધુ નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા હતા. આતંકવાદી શાહનવાઝને વિસ્ફોટ કરવાની ટ્રેનિંગ આપવાની સૂચના મળી હતી.

આતંકી શાહનવાઝની પત્નીનું ગુજરાત સાથેનું કનેક્શન  

પોલીસના જણાવ્યા મુજબ, માઈનિંગ એન્જિનિયર શાહનવાઝની પત્ની સ્પેશિયલ સેલના રડાર પર છે. શાહનવાઝની જેમ તે પણ ખૂબ કટ્ટરપંથી છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ શાહનવાઝની પત્ની હિન્દુ બસંતી પટેલ છે, પરંતુ લગ્ન પછી તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો અને તેનું નામ મરિયમ થઈ ગયું. શાહનવાઝ ઝારખંડનો રહેવાસી છે. આતંકવાદી શાહનવાઝની પત્ની પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું

આ પણ જાણો:‘જો 7 દિવસમાં 41 કેનેડિયન રાજદ્વારીઓ ભારત નહીં છોડે તો…’, મોદી સરકારે ટ્રુડોને આપ્યું અલ્ટીમેટમ

Back to top button