- માતા સામે સંતાને પોલીસ ફરિયાદ કરી હોય તેવી ઘટના
- નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક માત સામે ફરિયાદ થઇ
- મહિલાની 17 વર્ષીય સગીર દીકરી છે અને તે અભ્યાસ કરે છે
અમદાવાદમાં મમ્મીએ ગુસ્સામાં સગીર દીકરીને લાફો માર્યો અને પોલીસમાં ફરિયાદ કરવા દીકરી પહોંચી ગઇ હતી. માતાએ રસોડામાંથી ડિશ ધોવા માગી તો હું નહીં આપું તેમ કહીને ખરાબ વર્તન કર્યું તેમ પોલીસને જણાવ્યું છે. જેમાં માતાએ લાફો મારતા જ ઉશ્કેરાયેલી સગીરા સીધી ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશન પહોંચી હતી.
આ પણ વાંચો: આજથી અમદાવાદના રોડ પર ઓટોરિક્ષા જોવા નહી મળે
માતાએ માર મારતા સંતાને ફરિયાદ નોંધાવી હોય તેવી શહેરમાં પ્રથમ ઘટના
માતાએ માર મારતા સંતાને ફરિયાદ નોંધાવી હોય તેવી શહેરમાં પ્રથમ ઘટના બની છે. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમની દીકરી પાસે રસોડામાંથી ડિશ માગી હતી, પરંતુ દીકરીએ હું નહીં આપું તેમ કહીને ખરાબ વર્તન કર્યું હતું. તું કેમ આવું વર્તન કરે છે તેમ કહીને માતાએ ઠપકો આપીને સગીર દીકરીને લાફો માર્યો હતો. આથી ઉશ્કેરાયેલી સગીર દીકરી ઘરે કહ્યા વગર સીધી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી અને માતા સામે મારામારીની ફરિયાદ નોંધાવી દીધી હતી. મહત્ત્વનું છે કે, માતાએ માર મારતા સંતાને ફરિયાદ નોંધાવી હોય તેવી શહેરમાં પ્રથમ ઘટના છે.
આ પણ વાંચો: બહારની પકોડીના શોખીનો સાવધાન, પાણીપૂરી ખાધા પછી 14 વર્ષની બાળકીનું થયુ મોત
મહિલાની 17 વર્ષીય સગીર દીકરી છે અને તે અભ્યાસ કરે છે
નવરંગપુરા વિસ્તારમાં એક મહિલા તેના પરિવાર સાથે રહે છે. આ મહિલાની 17 વર્ષીય સગીર દીકરી છે અને તે અભ્યાસ કરે છે. સોમવારે બપોરે આ મહિલા વાસણ ધોવા માટે બેઠાં હતાં. ત્યારે તેમણે તેમની દીકરી પાસે રસોડામાંથી એક ડિશ ધોવા માટે માગી હતી. આથી દીકરીએ કહ્યું કે, હાલ હું ચા પીવુ છું, તો તું જાતે લઇ લે. આથી મહિલાએ દીકરીને કહ્યું કે, બેટા મારે વાસણા ધોવાઇ ગયા છે તો તુ મને એક ડિશ આપી દે તો મારે કામ પૂર્ણ થાય. આ સાંભળીને સગીર દીકરીએ તારે ડિશ લેવી હોય તો લઈ લે નહીં તો થોડીવાર રાહ જો તેમ કહ્યું હતું. આથી મહિલાએ કહ્યું કે, બેટા તું કેમ આવું વર્તન કરે છે તેમ કહીને ઠપકો આપીને એક લાફો માર્યો હતો. આથી સગીરા રિસાઇને ઘરે કહ્યા વગર ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને માતા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી.